IDARSABARKANTHA

ઇડર તાલુકાના ચોરીવાડ ગામમાં મહિલા મંડળના સભ્યો સાથે રાખડી બનાવવાની તાલીમ યોજાણી

*ઇડર તાલુકાના ચોરીવાડ ગામમાં મહિલા મંડળના સભ્યો સાથે રાખડી બનાવવાની તાલીમ યોજાણી*

ઇડર તાલુકાના ચોરીવાડ ગામ માં રિલાયન્સ ફાઉન્ડેશન અને નરોત્તમ લાલભાઈ રૂરલ ડેવલોપમેન્ટ સંસ્થાના સયુંકત ઉપક્રમે નેશનલ રૂરલ લાઇવલીહૂડ મિશન ઇડર વિભાગના સહયોગ ચોરીવાડ ગ્રામ સંગઠનમાં જોડાયેલ સખી મંડળ ની બહેનો ને રોજગારી મળી રહે તે હેતુથી થી રાખડી બનાવવા માટે એક દિવસીય તાલીમ કાર્યક્રમ રાખવા માં આવ્યો હતો.

જેમાં રિલાયન્સ ફાઉન્ડેશન માંથી આવેલ વર્ષાબેન મહેતા દ્વારા રિલાયન્સ ફાઉન્ડેશન નો પરિચય તાલીમનો હેતુ ગ્રામીણ વિકાસમાં બહેનોની ભાગીદારી અને મહિલા વિકાસ અને સ્વનિર્ભરતા બાબતે વાત કરી હતી જ્યારે વ્રજલાલ ભાઈ રાજગોર દ્વારા ગ્રામીણ રોજગારી રોજગારી માં ખેતી અને બિન ખેતી વ્યવસાયો ઉત્પાદન અને માર્કેટ બાબતે માહિતી આપી હતી તેમજ મિશન મંગળના ક્લસ્ટર કો ઓર્ડીનેટર હિનાબેન દ્વારા સંગઠન બચત અને મીટીંગ બાબતે વાત કરી તાલીમ ની શરૂઆત કરાવી હતી આ તાલીમમાં અમદાવાદ ની ગેલ કૃપા રાખડી માંથી આવેલ ટ્રેનર રવીન્દ્રભાઈ એ બહેનો ને તાલીમ આપી હતી જેમાં રાખડી બનાવવી તેનું મટીરીયલ તેની માર્કેટ અને આર્થિક બાબતોની માહિતી આપવામાં આવી હતી. તાલીમ આપ્યા બાદ ગામના 10 મંડળ માંથી 45 જેટલા બહેનોએ રાખડીના વ્યવસાયમાં જોડાવા ની તૈયાર દર્શાવેલ છે અને હાલમાં 15 થી 20 હજાર જેટલી રાખડી ઓ બનાવવા માટે નું મટીરીયલ પણ આપવા માં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ નું આયોજન સી.આર.પી વિપુલ ભાઈ તેમજ બેંક સખી અને મંડળ ના પ્રમુખ મંજુલાબેન દ્વારા કરવામાં આવેલ તેમજ કાર્યક્રમનું સંચાલન પ્રોગ્રામ ફેસિલિટેટર ધર્મેન્દ્રભાઈ આ તાલીમ બાદ ગામના બહેનો ભવિષ્યમાં રોજગારી મેળવી સ્વનિર્ભર બને તેવી આશા વ્યકત કરવામાં આવી હતી.. એવું ગ્રામ સંગઠન ના પ્રમુખ મંજુલાબેન દ્વારા જણાવવામાં આવેલ.

રિપોર્ટ,જયંતિ પરમાર

[wptube id="1252022"]
Back to top button