
રાજુલા માં રવિ કૃષિમહોત્સવ આજ થી શરૂ
ય્ય્
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલા માં આજથી બે દિવસીય રવિ કૃષિ મહોત્સવ ખુલો મૂકવામાં આવ્યો
રાજુલા ની જે.એ.સંઘવી હાઇસ્કુલ ના પટાંગણ માં આજ થી આ રવિ કૃષિ મહોત્સવ ખુલો મૂકવામાં આવ્યો કાર્યક્રમ ની શુભ શરુવાત દીપ પ્રાગટ્ય થી કરવામાં આવ્યો દીપ પ્રાગટ્ય બાદ કન્યાશાળા નંબર 3 ની બાળા ઓ દ્વારા સ્વાગત ગીત રજૂ કરવામાં આવેલ ત્યાર બાદ રાજુલા ના ડેપ્યુટી કલેકટર દવરા શાબ્દિક સ્વાગત કરવામાં આવેલું આવેલ તમામ મહેમાનો નું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવેલુંઆ કાર્યકમ માં કૃષિ ફિલ્મ નું પ્રસારણ કરવામાં આવેલ જે તમામ લોકો એ નિહાયેલ આ કાર્યકમ ગ્રામ્ય વિસ્તાર માંથી બહોળી સંખ્યામાં માંથી ખેડૂતો ઉમટી પડેલા સાથે સાથે વિવિધ સ્ટોલ પણ મૂકવામાં આવેલા પ્રાકૃતિક ખેતી બાબતે ખેડૂતો એ પોતાના વક્તવ્ય રજૂ કરેલા આત્મા પ્રોજકત અંતરગત પ્રગતિશીલ ખેડૂતો ને ચેક વિતરણ કરવામાં આવ્યા અંતમાં આમંત્રિત તમામ મહેમાનોએ તમામ સ્ટોલની મુલાકાત કરેલી સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજુલા પોલીસ દ્વારા સુંદર બંદોબસ્ત ની વ્યવસ્થા કરવામાં આવેલી
કાર્યકમ નું સંપૂર્ણ એન્કરિંગ નિકુંજ પંડિત દ્વ્રારા કરવામાં આવેલ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ સ્વરુચિ ભોજન ની સુંદર વ્યવસ્થા કરવામાં આવેલી
સમગ્ર કાર્યક્રમ દરમ્યાન તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવેલી જેમાં પાણી ચા જમવાનું તેમજ ફાયર એમ્બ્યુલન્સ તેમજ સાથે પોલીસનો બંદોબસ્ત સહિતના વિવિધ વ્યવસ્થાઓ તંત્ર દ્વારા કરવામાં આવેલ હતી
આ કાર્યક્રમમાં ધારાસભ્ય તેમજ ડેપ્યુટી કલેક્ટર તાલુકા વિકાસ અધિકારી તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન મનુભાઈ વડલીવાળા તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ સરપંચો સહિતના વિવિધ કાર્યકરો આગેવાનો સરકાર વિભાગના અધિકારીઓ સહિતના લોકો હાજર રહેલા અને આ કાર્યક્રમને સફળ બનાવેલ









