JETPURRAJKOT

વીરપુરમાં આવેલ પુરાતન વિભાગે રક્ષિત સ્મારક હેરિટેજ તરીકે જાહેર કરેલ બારમી સદીની મીનળવાવની મુલાકાતે કલેકટર પ્રભવ જોષી

તા.૩/૭/૨૦૨૩

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુર કે જ્યાં પૂજ્ય જલારામ બાપાની જગ્યાની નજીક પાટણના મહારાણી મીનળદેવીએ બારમી સદીમાં બંધાવેલ મીનળવાવ આવેલ છે, આ મીનળ વાવ વીરપુર આવતા યાત્રાળુઓના આસ્થાનું પ્રતીક છે અને આ વાવને ગુજરાત રાજ્યના પુરાતન વિભાગ દ્વારા રક્ષિત સ્મારક તરીકે જાહેર કરવામાં આવી છે તેમજ હેરિટેજ તરીકે પણ જાહેર કરવામાં આવી છે

પરંતુ આ મીનળ વાવમાં છેલ્લા કેટલાક સમયથી જાળવણીના અભાવે કચરા ગંદકીના ગંજ જમ્યા છે, આ મીનળ વાવ જાણે કચરા પેટી બની ગઈ હોય તેમ વાવના અંદરના ભાગમાં કચરો જમા થઈ રહ્યો છે જેમને લઈને વાવમાં દુર્ગંધ ફેલાઈ રહી છે જેના કારણે પ્રવાસીઓ પણ આ મીનળવાવની મુલાકાત લેવાનું ટાળે છે તે ન્યૂઝ પેપરોના એહવાલને લઈને તંત્ર સફાળું જાગ્યું હતું અને રાજકોટ કલેક્ટર પ્રભવ જોષીએ રિજનલ કમિશનર વ્યાસ સાથે તેમજ ડેપ્યુટી કલેકટર રાજેશ આલ તેમજ જેતપુર મામલતદાર ગીનીયા તેમજ પુરાતન વિભાગના અધિકારીઓ સાથેના કાફલા સહિત વીરપુર મુકામે આવેલ મીનળવાવની મુલાકાત કરી હતી અને કલેકટર પ્રભવ જોષીએ સ્થાનિક મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે મીનળદેવીની વાવની સાર સંભાળ માટે અને ટુરીસ્ટ સ્પોટ તરીકે ડેવલપ કરીએ અને કઈ રીતે હેરિટેજનું કન્ઝર્વેશન થાય તે માટે આગળના પ્લાન સરકારમાં રજૂ કરીશું,

વધુમાં જણાવ્યું હતું કે રાજકોટજિલ્લામાં જે આર્ટિલોજીકલ સર્વે ઓફ ગુજરાતના અગિયાર સ્મારકો તેમજ આર્ટિલોજીક સર્વે ઓફ ઇન્ડિયાનું એકસ્મારક તે તમામ રક્ષિત જાહેર કરેલા સ્મારકોની મુલાકાત કરી આ સ્મારકો ડેવલપ થાય તે માટે આગળ પગલાં લેવાશે.

[wptube id="1252022"]
Back to top button