૬૦ વર્ષ કે તેથી વધુ વયના વૃધ્ધ નાગરિકો માટેની રાષ્ટ્રીય ટોલ ફ્રી નંબર- ૧૪૫૬૭
****************
સાબરકાંઠા જિલ્લામાં ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, સામાજિક ન્યાય, અધિકારીતા વિભાગ તેમજ નિયામક સમાજ સુરક્ષા પ્રભાવ, ગાંધીનગર દ્વારા વડીલોનું માન સન્માન જળવાઈ રહે એ માટે વરિષ્ઠ નાગરિકોની મદદરૂપ થવા માટે હેલ્પલાઈન નંબર – ૧૪૫૬૭ શરૂ કરવામા આવશે. જે દરરોજ સવારે ૮: ૦૦ વાગ્યા થી રાત્રે ૮: ૦૦ સુધી ચાલુ રહેશે.
સાબરકાંઠા જિલ્લાના વય વૃધ્ધ નાગરિકો માટે આરોગ્યને લગતી સુવિધાઓ અંગે જાણકારી, કાયદાકીય જાણકારી સાથે વૃદ્ધ પેન્શન યોજના, વિધવા પેન્શન યોજના સાથે રાષ્ટ્રીય કુટુંબ સહાય જેવી સહાય અંગે જાણકારી આ હેલ્પલાઈન નંબર પર ઉપલબ્ધ કરવામાં આવશે
જયંતિ પરમાર સાબરકાંઠા
[wptube id="1252022"]



