
તા.૨૬/૩/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: લોકસભા ચુંટણી ૨૦૨૪ને અનુલક્ષીને નાગરિકો ઉત્સાહભેર મતદાન કરે તે માટે સ્વીપ (સિસ્ટમેટિક વોટર્સ પાર્ટીસિપેશન એન્ડ ઇલેક્ટોરાલ પાર્ટીસિપેશન- SVEEP) અંતર્ગત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પ્રભવ જોશી અને અધિક જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી એન.કે. મૂછારનાં માર્ગદર્શન હેઠળ વિવિધ આયોજનો દ્વારા મતદાતા જાગૃતિના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

મતદાતા જાગૃતિ માટે વિધાનસભા મતવિસ્તાર ૭૨ જસદણમાં મદદનીશ ચુંટણી અધિકારીશ્રી ના દિશાનિર્દેશ અનુસાર પી. એમ. પોષણ યોજના, વિંછીયાના સંચાલકશ્રીઓનો મતદાન જાગૃતિ અંગે કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. આ કાર્યક્રમમાં પોષણ યોજનાના સંચાલકશ્રીઓને મતદાતા જાગૃતિ અંગેની માહિતી આપવામાં આવી હતી તથા અવશ્ય મતદાન કરવા માટેની મતદાતા પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી.

[wptube id="1252022"]








