RAJKOTUPLETA

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં અનોખી રીતે યોજાયેલો હાલારી ગધેડા “વધામણી” સમારંભ યોજાયો

તા.૨૫ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

લુપ્ત થતી પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર તથા માલધારી સમાજનું સ્તુત્ય આયોજન

તાજા જન્મેલા ખોલકાઓની તિલક ચોખા ચુંદડી ઓઢાડી વધામણી કરાઈ :

સૌંદર્ય પ્રસાધનોમાં વપરાતા ગધેડીના એક લિટર દૂધની કિંમત રૂ. ૧૮૦ થી વધારે

રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના કોલકી ગામમાં હાલારી ગધેડાના ખોલકાઓના “વધામણી સમારંભ”નું અનોખુ આયોજન થયું હતું.

હાલારી ગદર્ભ સંવર્ધન સમિતિ દવારા કરવામાં આવેલ આ સમારંભમાં મોટા ભાઈ ભરવાડ સમુદાયના અંદાજિત ૧૫૦ લોકો ઉપરાંત હાલારી ગધેડાનો ઉછેર કરતા માલધારી ભાઈઓ, બહેનો તથા પશુપાલન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ગયા વર્ષે યોજાયેલ હાલારી ગધેડાના સંરક્ષણના માટે ગોદભરાઈ(સીમંત) સમારંભના આયોજન બાદ બચ્ચાઓનો જન્મ થતા વધામણીનો પ્રસંગ માલધારી સમાજ દવારા રંગે ચંગે ઉજવવામાં આવ્યો હતો. માલધારી બહેનો દવારા વધામણીની ખુશીના સોરઠી લહેકામાં ગીતોના ગુંજન સાથે, તાજા જન્મેલ ખોલકાંઓને (બચ્ચાઓ) તિલક, કુંકુ ચોખાથી વધાવી અને ગુલાબી ચૂંદડી ઓઢાડીને બચ્ચાઓના જન્મની વધામણી કરવામાં આવી હતી. જયારે માલધારીભાઈઓ દ્વારા ખોલકાંઓને ફૂલમાળા પહેરાવીને બચ્ચાઓની વધામણી કરાઈ હતી, નવા જન્મેલ દરેક ખોલકા પુખ્ત થતા તે સવા લાખની કિંમતના થઇ જશે.

આ પ્રસંગે પશુપાલન વિભાગ -રાજકોટના નાયબ સંયુક્ત નિયામક ડો. કાકડિયા, ઉપલેટા વેટરનરી ડો. કાસુન્દ્રા, તેમજ સહજીવન સંસ્થાના રમેશ ભટ્ટી ઉપસ્થિત રહીને ખોલકાંઓને વધાવ્યા હતા. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય છે કે, હાલારી ગધેડાની ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં લુપ્ત થતી પ્રજાતિનું સંરક્ષણ કરવું તથા આ નસ્લની ખૂબીઓ વિશે માલધારી સમુદાય અને અન્ય સમુદાયને જાગૃત કરવો.

હાલારી ગધેડા મુખ્યત્વે સૌરાષ્ટ્રની એક લુપ્ત થતી નસલ છે.જેમના દૂધનું ખુબ મહત્વ છે. ગધેડીનું દૂધ હાલ ૧૮૦ રૂપિયા લીટરના ભાવે માલધારીઓ વહેચે છે.આ દુઘનો ઉપયોગ મહિલાઓના સોંદર્યપ્રસાધનમાં કરવામાં આવે છે. હાલારી ગધેડાના ભાવ એક લાખ રૂપિયા સુધી પહોચ્યા છે. નર ગધેડા ખુબ ઓછા પ્રમાણમાં જોવા મળે છે. હાલારી ગધેડાની સંખ્યા ૪૧૭ જેટલી છે, જેથી હાલારી ગધેડાની સરંક્ષણ સમિતિ તથા સહજીવન ટ્રસ્ટ, પશુપાલન વિભાગ અને પશુપાલન મંત્રાલય નવી દિલ્હીની સાથે મળીને ઘણા પ્રયત્નો બાદ માલધારી ગધેડા પાલકો એકત્રિત થઈને ગધેડાના સંરક્ષણની કામગીરી કરી રહયા છે.

આ પ્રસંગે સહજીવન સંસ્થાની ટીમના શ્રી રિતુજા મિત્રા, શ્રી નરેન્દ્ર નંદાણીયા, શ્રી વિકાસભાઈ, શ્રી મિત્તલબેન, શ્રી વિશ્વાબેન, માલધારી સમિતિના શ્રી ભારાભાઈ ભરવાડ, તેમજ અન્ય યુવાનોએ જવાબદારી સંભાળી હતી.

[wptube id="1252022"]
Back to top button