BANASKANTHAPALANPUR

રાજ્ય યોગ બોડૅ દ્રારા ” હર ધર ધ્યાન ધર ધર ધ્યાન ” કાયૅક્રમ અંતગર્ત પાલનપુર આદર્શ વિધા સંકુલ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

26 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા

આજરોજ 26 માર્ચ ને રવિવારના રોજ ગુજરાતરાજ્ય યોગ બોડૅ દ્રારા ” હર ધર ધ્યાન ધર ધર ધ્યાન ” કાયૅક્રમ અંતગર્ત પાલનપુર આદર્શ વિધા સંકુલ ખાતે યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું.જે શિબિરમાં 500 થી વધારે લોકોએ ભાગ લીધો હતો. આ યોગ શિબિરમાં “. 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસના પ્રોટોકોલ મુજબ યોગ કરાવવામાં આવ્યા ત્યારબાદ ” આટૅ ઓફ લિવિંગ સંસ્થા દ્વારા ધ્યાનથી માનસિક તણાવમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય અને ધ્યાનના ફાયદા વિશે જગદિશભાઈએ પ્રવચન આપ્યું હતું. આ કાયૅક્રમા પ્રોત્સાહન આપવા માટે પાલનપુરના ધારાસભ્ય શ્રી અનિકેતભાઈ ઠાકર અને રમતગમત અધિકારીશ્રી મહેશભાઈ ચૌધરી અને એન.પી.પટેલ આટ્સ & એસ.એ.પટેલ કોમર્સ કોલેજના આચાર્યા ડૉ.મનીષાબેન પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તથા આ કાયૅક્રમને સફળ બનાવવા માટે શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ આદર્શ કેમ્પસના શિક્ષક સમિતિના ચેરમેનશ્રી ફલજીભાઈ ભટોળ કેમ્પસ નિયામકશ્રી જે.પી.મોર સાહેબ અને એન.પી.પટેલ આટ્સ & એસ.એ.પટેલ કોમર્સ કોલેજ પાલનપુરના આચાર્યા ડૉ.મનીષાબેન પટેલે સહકાર આપ્યો હતો.આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન બનાસકાંઠા જિલ્લાના કો.ઓડીનેટર સ્મિતાબેન જોષી અને શારીરિક શિક્ષણના વ્યાખ્યાતા ડૉ.દિપ્તીબેન ભાખરીયા માગૅદશૅન હેઠળ અને તેમની સમગ્ર ટીમ,કોચ,ટ્રેનરના સાથ સહકાર થી આયોજન કરવામાં આવ્યું હતું

[wptube id="1252022"]
Back to top button