RAJKOTUPLETA

જામકંડોરણા ખાતે નિ:શુલ્ક યોગ ટ્રેનર ક્લાસ નું જામકંડોરણા ના મામલતદાર ડી.કે સાંગાણી ના શુભ હસ્તે દિપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકાયો

૧૦ ઓગસ્ટ વાત્સલ્યમ્ સમાચાર
નિલેશ સોલંકી ઉપલેટા

જામકંડોરણા યોગ ટ્રેનિંગ સેન્ટરને દીપ પ્રાગટ્ય કરી ખુલ્લું મુકવામાં આવ્યું દીપ પ્રાગટ્ય કરતા મામલતદાર સાહેબ તેમજ નાયબ મામલતદાર જલ્પાબેન બાલધા ખોડલધામ સમિતિના વજુભાઈ બાલધા યુવા પત્રકાર પ્રવિણભાઈ દોંગા વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા જામકંડોરણા સહિત ગુજરાતભરના દરેક જિલ્લા તાલુકામાં યોગ ટ્રેનર ક્લાસ ચાલુ કરવાનાં પ્રોજેક્ટ અંતર્ગત, યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા નિયુક્ત લેડી કોચ સાથે જામકંડોરણા યોગ ટ્રેનર ક્લાસ ચાલું કરવા મા આવ્યા છે આ કાર્યક્રમમાં જામકંડોરણા ના મામલતદાર કે.ડી સાંગાણી એ જણાવ્યું હતું કે યોગ એટલે માત્ર આસન જ નથી. લોકોમાં એવી માન્યતા છે કે માત્ર આસન કરવા એ જ યોગ છે. યોગ જિંદગી જીવવાની પદ્ધતિ છે. જેમાં વ્યક્તિએ ખાવાપીવાની આદત, ઊંઘવાની આદત, વિચારવાની આદત વગેરે આદતમાં પણ યોગને ધ્યાનમાં રાખવાનો હોય છે. કેટલાક લોકો યોગ કરે છે પરંતુ નિયમિત ઊંઘતા નથી. નિયમિત જમતા નથી તેમજ બહારનું જંક ફૂડ પણ ખાધા કરે છે, આ યોગ્ય નથી. યોગ એટલે માત્ર આસન નહીં પરંતુ જીવન પદ્ધતિમાં પણ લાગુ પાડવાનું હોય છે. જીવનને નિયમિત બનાવવાનું હોય છે. યોગ શરીર અને મન બંનેને સ્વસ્થ રાખે છે. આથી જામકંડોરણા ની આમ જનતા ને યોગ વિશે જાગૃતિ લાવવા યોગ કરવા માટે સરકાર દ્વારા કરવામાં આવેલા આ પ્રયાસ ને લોકો સુધી પહોંચાડવા અપીલ કરી હતી
આ કાર્યક્રમને સફળ બનાવવામાં જામકંડોરણા ખોડલ ધામ મહિલા સેવા સમિતિ ની બહેનોએ ભારે જહેમત ઉઠાવી હતી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button