HIMATNAGARSABARKANTHA

ભાજપ ના દિગ્ગજ સહકારી નેતાઓને મોટો ફટકો, સહકારી બેંકની ચુંટણીમાં નેતાઓના ફોર્મ રદ

સાબરકાંઠા જિલ્લાના સહકારી રાજકારણમાં હડકંપ મચી જવા પામ્યો છે. ભાજપ ના દિગ્ગજ સહકારી નેતાઓને મોટો ફટકો પડ્યો છે. મળતી માહિતી મુજબ સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકની ચુંટણીમાં દિગ્ગજ નેતાઓના ફોર્મ રદ થયા છે. સાબરકાંઠા બેંકના વર્તમાન ચેરમેન મહેશ પટેલ સહિત ૪૫ ઉમેદવારોના ફોર્મ રદ થયા છે. જેના કારણે જીલ્લાના સહકારી રાજકારણ માં ગરમાવો આવ્યો છે.

બેંકના વર્તમાન ચેરમેન મહેશ પટેલનુ ફોર્મ પણ રદ કરવામાં આવ્યું છે. આર.બી.આઇ ની ગાઇડ‌લાઇનન આધારે ફોર્મ રદ દિગ્ગ્ગજ નેતાઓના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. સહકારી ખાતામાં સત્તા પરિવર્તન માટે યુવા અને નવા ઉમેદવારે જૂના અને મોટા નેતાઓની ઉમેદવારીને પડકારતા ચૂંટણી અધિકારી સમક્ષ રજૂઆત કરી હતી. જેના પરિણામે અધિકારીઓએ કાયદાકીય સલાહના આધારે ઉમેદવારી પત્રોને રદ કરવાની કાર્યવાહી કરી છે.

મંડળી ના બાકી લેણું હોવાના કાયદા હેઠળ વાંધો રજૂ કરવામાં આવતાં ચૂંટણી અધિકારીએ સોમવારે આ નિર્ણય કર્યો હતો. બેંકના વર્તમાન ચેરમેન મહેશ પટેલ સહિત ૪૫ જેટલા ઉમેદવારી પત્રોને રદ કરી દેવામાં આવ્યા છે. જો કે આ નિર્ણય બાદ ઉમેદવારી રદ થયેલ ઉમેદવારો કોર્ટ માં જવાની તૈયારી કરી રહ્યા છે. જીલ્લા ના સ્થાનિક રાજકારણ માં આ મોટી ઘટના ના કારણે કેટલા સહકારી આગેવાનો નું ભવિષ્ય ધૂંધળું થઇ શકે છે.

[wptube id="1252022"]
Back to top button