HALOLPANCHMAHAL

હાલોલની એક બાંધકામ સાઇટ ઉપર પથ્થર અને ટાઇલ્સનું કામ કરતા કારીગરના ગળે કટર ફરી વળતા ઘટનાસ્થળે કરુણ મોત નિપજ્યું

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૫.૫.૨૦૨૪

હાલોલ કણજરી રોડ ઉપર તુલસીવિલા ની પાછળ એક કન્ટ્રક્શન સાઇટ ઉપર પથ્થર અને ટાઇલ્સ ફિટિંગનું કામ કરતા કારીગર ના ગળે પથ્થર કાપવાની કટર ફરી વળતા કારીગરનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું છે.હાલોલ ના કણજરી રોડ ઉપર તુલસીવીલા ની પાછળ મારુતિ ગ્રીન નામે રહેણાંક ના મકાનોની ચાલી રહેલી બાંધકામ સાઇટ ઉપર પથ્થર અને ટાઇલ્સ ફિટિંગ નું કામ કરી રહેલા એક કારીગર નું અકસ્માત માં મોત નીપજ્યું છે.છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ નવાપુરા ગામના કારીગર અને મજૂર અત્રે બાંધકામ સાઇટ ઉપર કામ કરી રહ્યા હતા.ત્યારે ચાર વાગ્યે કારીગર ગોરધન રતનભાઈ બારીઆ મજૂર દલપતભાઈ બારીઆ સાથે મકાનની બારીનું ગ્રેનાઇટ પથ્થરનું ચોકઠું ફિટ કરી રહ્યા હતા.પાંચ ફૂટ ઉંચાઈ એ કામ કરવાનું હોય ગોરધનભાઇ પાલક ઉપર કટર મશીન સાથે ચડ્યા હતા અને કટર ચાલુ કરી પથ્થર નું સેટિંગ કરી રહ્યા હતા.તે દરમ્યાન પાલક નમી જતા તેને બેલેન્સ ગુમાવતા ચાલુ કટર મશીન તેમના હાથ માંથી છટકી ગળા ઉપર ફરી જતા ગળું કપાઈ ગયું હતું. અકસ્માત બાદ જમીન ઉપર ફસડાઈ પડેલા ગોરધન બારીયા ના ગળા માંથી લોહી વહી જતા 108 એમ્બ્યુલન્સ ને બોલાવવામાં આવી હતી. પરંતુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નીપજ્યું હોવાની હકીકત સાથે કામ કરી રહેલા મજૂર દલપતભાઈ એ જણાવી છે. ગોરધનભાઇ બારીઆના મૃતદેહ ને હાલોલ સરકારી હોસ્પિટલ લાવવામાં આવ્યો છે અને જરૂરી કાર્યવાહી હાથ ધરાઈ છે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button