બનાસકાંઠામાં બાળકો માટે નિ: શુષ્ક સમર યોગ કેમ્પ અને સંસ્કાર શિબિરની શરૂઆત કરાઈ

” ગુજરાત રાજ્ય યોગ બોડૅ અંતગૅત બનાસકાંઠામાં બાળકો માટે નિ: શુષ્ક સમર યોગ કેમ્પ અને સંસ્કાર શિબિરની શરૂઆત કરાઈ”
ગુજરાત રાજ્ય યોગ બોડૅ દ્રારા વેકેશનના સમયમાં બાળકોને યોગની તાલીમ આપવા અને સવૉગી વિકાસ થાય તે હેતુથી 7 થી 15 વર્ષના બાળકો માટે યોગ સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.સોમવારે એકસાથે 200 જેટલા સ્થળોએ આ યોગ કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.10 દિવસ ચાલનારા આ કેમ્પમાં એક સ્થળ પર 100 બાળકોને યોગની તાલીમ આપવામાં આવી રહી છે. બાળકમાં સંસ્કાર આવે આહારમાં સુધારો દિનચર્યા સુધરે અને યોગ પ્રત્યે જાગૃત થાય તે હેતુથી યોજાઈ રહેલા આ કેમ્પમાં અલગ અલગ જિલ્લામા 200 કેમ્પનુ આયોજન થયેલ છે.જેમા 20 હજાર જેટલા બાળકો જોડાયા છે. આ કેમ્પ દરમિયાન બાળકોને કેપ, અને યોગની માહિતી પુસ્તિકા આપવામાં આવી છે. રમત સાથે યોગ તથા પૌષ્ટિક નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. કેમ્પમાં બાળકોને વિવિધ આસનો પ્રાણાયામ અને ધ્યાનની પદ્ધતિઓ શીખવાડવામાં આવશે આ સાથે યોગ અંગેની ચિત્ર પોથીમાં બાળકો રંગપુરણી કરી આસન ઓળખતા શીખી પોતાની કલાનો પણ વિકાસ કરી શકશે.બનાસકાંઠામાં સમર યોગ કેમ્પનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના બનાસકાંઠા જિલ્લાના કૉ.ઓડિનેટરશ્રી સ્મિતાબેનના માગૅદશૅન હેઠળ સમર યોગ કેમ્પમાં સંચાલક તરીકે ફરજ બજાવતા ગુજરાત રાજ્ય યોગ બોડૅના યોગ કોચ અને યોગ ટ્રેનર દ્રારા સમર યોગ કેમ્પની માહિતી પુસ્તિકા મુજબ અભ્યાસક્રમનો અભ્યાસ કરાવવામાં આવશે.








