GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લાના નિવૃત રમતવીરોને પેન્‍શન યોજના અંતર્ગત અરજીઓ તા.૧૫/૦૯/૨૦૨૩ સુધીમાં રૂબરૂ મોકલી આપવાની રહેશે

આસીફ શેખ લુણાવાડા

મહીસાગર જિલ્લાના નિવૃત રમતવીરોને પેન્‍શન યોજના અંતર્ગત અરજીઓ તા.૧૫/૦૯/૨૦૨૩ સુધીમાં રૂબરૂ મોકલી આપવાની રહેશે

ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસકૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર હેઠળ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા રાજ્યના જે રમતવીરોએ રમતગમત ક્ષેત્રે નોંધપાત્ર ફાળો આપ્યો હોય અને જેઓ આર્થિક રીતે નિ:સહાય હોય તેવા નિવૃત રમતવીરોને પેન્‍શન આપવાની યોજના સરકાર દ્વારા અમલમાં છે.

આ યોજના હેઠળ ગુજરાતના વતની અને આ સાથેની શરતો સંતોષતા હોય તેવા નિવૃત(૫૦ વર્ષથી વધુ ઉંમરના) રમતવીરો કે જેમણે યુવાન વયે પોતાની કારકિર્દી દરમ્યાન ૩૫ વર્ષની ઉંમર સુધી સરકાર દ્વારા યોજવામાં આવતી તથા રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાના માન્‍ય ફેડરેશન દ્વારા જે તે સમયે યોજવામાં આવેલ હોય તેવી જે તે રમતની તમામ ઓલમ્પિક રમતો અને પારંપરિક રમતો જેવી કે કબડ્ડી, ખોખો, યોગાસન અને મલખમ જેવી રમતોમાં રાષ્ટ્ર કક્ષાએ વ્યક્તિગત કે સાંઘિક રમતમાં ગોલ્ડ, સિલ્વર કે બોન્‍ઝ મેડલ મેળવેલ હોય કે રાજ્ય તરફથી નેશનલ માટે મોકલાયેલ ટીમના તે સભ્ય હોય તેવા રમતવીરોને પાત્ર ગણવામાં આવશે.

તથા સરકારમાં ફરજ બજાવી નિવૃત્ત થયેલ હોય તથા અન્‍ય જગ્યાએથી જો નાણાકીય લાભ મેળવતા હોય તો તેઓ જો સરકાર દ્વારા અન્‍ય લાભો મેળવતા હોય તો એક વ્યક્તિને બે લાભ આપી શકાશે નહીં. આ યોજના અન્‍વયે પાત્રતા ધરાવતા રમતવીરને આવકની કોઈ મર્યાદા વગર તેઓને માસિક રૂ.૩૦૦૦/- ની રકમ માસિક ધોરણે ચુકવાશે.આ યોજના અંતર્ગત પાત્રતા ધરાવતા નિવૃત રમતવીરોએ તેમની નિયત નમુનામાં અરજી ફોર્મ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, રૂમનં.૨૧૨ બીજો માળ ભાદર કોલોની પાછળ કલેકટર કચેરી ખાતેથી મેળવી જરૂરી આધાર-પુરાવા સાથે બે નકલમાં તા.૧૫/૦૯/૨૦૨૩ સુધીમાં રૂબરૂ મોકલી આપવાની રહેશે.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button