GUJARATLUNAWADAMAHISAGAR

મહીસાગર જિલ્લામાં ૧૮ પ્રકારના કારીગરોની પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં નોંધણી શરૂઃ

આસીફ શેખ લુણાવાડા 

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની નાના કારીગરોને અમૂલ્ય ભેટ:-પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન(પી.એમ.વિકાસ) યોજના

આગામી ૧૭ સપ્ટેમ્બરે દેશભરમાં શરૂ થશે પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજના

ગુજરાતમાં વડોદરા,રાજકોટ,અમદવાદ અને સુરત ખાતે યોજાશે પી.એમ.વિકાસના કાર્યક્રમો

મહીસાગર જિલ્લામાં ૧૮ પ્રકારના કારીગરોની પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં નોંધણી શરૂઃ કારીગરો નજીકના સી.એસ.સી.સેન્ટરનો સંપર્ક સવારે ૧૦ થી ૫ દરમિયાન કરી નોંધણી કરાવી શકશે

          વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા.૧૭ સપ્ટેમ્બર-૨૦૨૩ના દિવસે આખા રાષ્ટ્રમાં “પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન(પી.એમ.વિકાસ) યોજના” પી.એમ.વિકાસ શરૂ કરવા જઇ રહયા છે. ગુજરાતમાં પણ અમદવાદ,વડોદરા,રાજકોટ અને સુરતમાં ૧૭ સપ્ટેમ્બરે આ યોજના શરૂ થશે. આ “પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન(પી.એમ.વિકાસ) યોજના” ની નોંધણી પ્રક્રિયા શરૂ કરવાના, આયોજનના ભાગ રૂપે મહીસાગર જિલ્લા કલેકટર ભાવીન પંડ્યાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઇ હતી. જેમા મહીસાગર જિલ્લા અને તાલુકાના તમામ અધિકારી-કર્મચારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

              “પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન (પી.એમ.વિકાસ) યોજના”માં ૧.સુથાર ૨.બોટ નાવડી બનાવનાર ૩. લુહાર ૪. બખતર/ચપ્પુ બનાવનાર ૫. હથોડી અને ટૂલકીટ બનાવનાર ૬. તાળા બનાવનાર ૭. કુંભાર ૮. શિલ્પકાર/મૂર્તિકાર/પથ્થરની કામગીરી કરનાર ૯. મોચી/પગરખા બનાવનાર કારીગર ૧૦. કડિયા ૧૧.વાળંદ(નાઇ) ૧૨. બાસ્કેટ/મેટ/સાવરણી બનાવનાર/કોપર કારીગર ૧૩. દરજી ૧૪. ધોબી ૧૫. ફૂલોની માળા બનાવનાર માળી ૧૬. માછલી પકડવાની જાળી બનાવનાર ૧૭. ઢીંગલી અને રમકડાંની બનાવટ(પરંપરાગત) ૧૮.સોની જેમ ૧૮ પ્રકારના કારીગરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. 

              ગામ, તાલુકા કે શહેરના આ પ્રકારના કારીગરો પોતાના નજીકના કોમન સર્વિસ સેન્ટર(CSC) નો સંપર્ક કરી પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. રજિસ્ટ્રેશન માટે આધારકાર્ડ, રેશનકાર્ડ અને બેંક પાસ બુકની ઓરિજિનલ કોપી લઇને કોમન સર્વિસ સેન્ટરમાં જવાનું રહેશે. હાથ વડે કામગીરી કરતા, ૧૮ વર્ષથી ઉપરના તમામ કારીગરો આ યોજનામાં જોડાઇ શકશે. કુટુંબદીઠ એક સભ્યને લાભ મળશે. પ્રધાનમંત્રી સ્વનિધિના લાભાર્થીઓ કે જેમણે તેમની લોનની ચુકવણી કરી દીધી હોય તેઓ પછી આ યોજનાનો લાભ મેળવી શકશે. સરકારી નોકરી કરતી વ્યકિત અને તેના પરિવારના સભ્યો આ યોજનાનો લાભ મેળવી શકશે નહીં.

                મહીસાગર જિલ્લામાં ૧૮ પ્રકારના કારીગરોને પ્રધાનમંત્રી વિશ્વકર્મા કૌશલ સન્માન યોજનામાં નોંધણી શરૂ થઇ ચૂકી છે. રજાના દિવસ સિવાય કારીગરો નજીકના સી.એસ.સી. સેન્ટરનો સંપર્ક સવારે ૧૦ થી ૫ દરમિયાન કરી નોંધાણી કરાવી શકશે. 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button