
તા.૦૭.૦૩.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
દાહોદ લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨f૧ રીજીયન ૮ દ્વારા રીજીયન કોન્ફરન્સ “અમૃત ૨૦૨૪ નું આયોજન કરવામાં આવ્યું 
રીજીયન કોન્ફરન્સ અમૃત ૨૦૨૪ નું સફળ આયોજન લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ ૩૨૩૨f૧ રીજીયન ૮ દ્વારા રીજીયન કોન્ફરન્સ “અમૃત ૨૦૨૪ નું આયોજન બાલાજી હોટલ ખાતે ૬/૩ /૨૦૨૪ ને બુધવારના રોજ સાંજે ૦૭.૦૦ વાગે રીજીયન ચેરમેન લા અનિલ અગ્રવાલની અધ્યક્ષતામાં યોજવામાં આવ્યું હતું આ કોન્ફરન્સ ના ઉદ્ઘાટન ડિજિટલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન વિજયસિંહ ઉમટ અને લાયન હેમલત્તા ઉમટ ,ચીફ ગેસ્ટ ઇન્ટરનેશનલ ડાયરેક્ટર એન્ડોસી લાઈન રમેશભાઈ પ્રજાપતિ, નોટ સ્પીકર દિનેશભાઈ સેવક ગેસ્ટ ઓફ હોનર મનોજ પરમાર વાઈસ ડીસ્ટ્રીક ગવર્નર એક ,એસ્ટીમ ગેસ્ટ પાસ્ટ ડિસ્ટ્રીક ગવર્નર લાયન જયેશભાઈ દલાલ અને લાયન કિરણબેન જૈન ની ઉપસ્થિતિમાં રાખવામાં આવ્યો હતો કોન્ફરન્સ ચેરમેન લા સત્યેન્દ્રસિંહ સોલંકી દ્વારા કોન્ફરન્સ અમૃત 2024 અંગેની માહિતી આપવામાં આવી હતી.કી નોટ સ્પીકર દિનેશભાઈ સેવકનો આવકાર આપતો વિસ્તૃત પરિચય રીજીયન સેક્રેટરી લા કમલેશ લીમ્બાચીયા દ્વારા આપવામાં આવ્યો ત્યારબાદ દિનેશ સેવક દ્વારા સેવા પરમોધર્મ વિષય પર પ્રેરણારૂપ આપણામાં ઉર્જા સંચાર કરે તેવું વક્તવ્ય આપ્યું હતું આ કોન્ફરન્સ ના વાઇસ ચેરમેન લા જવાહર અગ્રવાલ ,સેક્રેટરી લા મહેન્દ્ર જૈન,ટ્રેઝરર લા યુસુફી કાપડિયા તેમજ રીજીયન સેક્રેટરી કમલેશ લીમ્બાચીયા ના આયોજન માં યોજાઇ હતી જેમાં ઝોન એક અને બે માં આવેલી વિવિધ આઠ કલમોના પ્રમુખ મંત્રી અને ટ્રેઝરરને વર્ષ દરમિયાન કરેલી સેવાકીય પ્રવૃત્તિઓને ખેસ અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા આ ઉપરાંત ડીસ્ટ્રીક કેબિનેટ સેક્રેટરી ,ડિસ્ટ્રિક્ટ કેબિનેટ ટ્રેઝરર, ડાયરેક્ટર ,ઓફિસ બેરર, ડિસ્ટ્રિક્ટ ચેરમેન શ્રીઓ ને પણ ખેસ અને મોમેન્ટો દ્વારા સન્માનિત કર્યા હતા આ કોન્ફરન્સમાં દાહોદ ,લીમડી ,ઝાલોદ, હાલોલ, વડોદરા ,આણંદ અને નડિયાદ માંથી ખૂબ મોટી સંખ્યામાં લાયન મિત્રો અને કેબિનેટના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને કોન્ફરન્સ ને સફળતા આપી હતી સમગ્ર કાર્યક્રમનુ સુંદર સફળ સંચાલન કેતનભાઇ દવે તેમજ આભાર વિધિ મહેન્દ્રભાઈ દ્વારા કરવામાં આવી









