BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

મુખ્યમંત્રીના પ્રવાસને લઈને ક્લેકટરના અધ્યક્ષ સ્થાને તૈયારી બાબતે બેઠક કરવામાં આવી.

છોટાઉદેપુર જીલ્લાના મુખ્ય મથક છોટાઉદેપુર શહેરમાં તા.૧૧ ઓગસ્ટ્ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ આકસ્મિક મુલાકાત માટે આવી રહ્યા છે. તેઓ દાહોદથી નીકળી સવારના છોટાઉદેપુરના ખુટાલીયા હેલીપેડ પરથી ખાસ કોન્વોય દ્વારા સર્કિટ હાઉસ જશે અને ત્યાંથી દરબાર હોલ ખાતેરાજકીય પક્ષ સાથે બેઠક કરશે ત્યારબાદ વિવિધ પદાધિકારીઓ સાથે સંકલન બેઠક કરી વિવિધ આગેવાનોને મળશે. છોટાઉદેપુસી મુલાકાત બાદ અહીંથી સીધા ગાંધીનગર જવા રવાના થશે. આ અંગે કલેકટર કચેરી ખાતે તમામ અધિકારીઓ સાથે એક બેઠક યોજવામાં આવી હતી. ક્લેકટરના અધ્યક્ષ સ્થાને તેમજ ડીડીઓ, એસપી, આરએસી, એસડીએમ તેમજ વિવિધ કચેરીઓના અધિકારીઓ બેઠકમાં હાજર રહ્યા હતા. કલેકટર કક્ષાએથી મુખ્યમંત્રીશ્રીની મુલાકાત માટે એમ્બ્યુલન્સ, ફાયરફાઈટર, મોબાઇલ વોશરૂમ ફોગીંગ, ક્લીનીંગ પાણી વગેરે બાબતોમાં ચોકસાઈ રાખવા તેમજ પુરવઠાની ખાતરી કરવા સુચના કરી હતી.

 

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button