BHUJGUJARATKUTCH

કચ્છ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને MCMCની બેઠક યોજાઈ.

વાત્સલ્યમ્ સમાચાર.

બ્યુરોચીફ  :- બિમલભાઈ માંકડ-ભુજ કચ્છ.

રિપોર્ટ  :- રમેશભાઈ મહેશ્વરી-ભુજ કચ્છ.

ભુજ,તા- 12 એપ્રિલ : કચ્છ કલેકટર કચેરી ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી અમિત અરોરાના અધ્યક્ષસ્થાને મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરીંગ કમિટી(MCMC)ની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને MCMCના અધ્યક્ષશ્રી અમિત અરોરાએ રાજકીય જાહેરખબરોનું પૂર્વ-પ્રમાણિકરણ, પેઈડ ન્યૂઝ, મીડિયા દ્વારા થતા આચારસંહિતાના ઉલ્લંઘનોનું મોનિટરીંગ, ઉમેદવારોની ચૂંટણી ખર્ચ વગેરે બાબતો વિશે ઉપસ્થિત સૌ સભ્યોને માર્ગદર્શન પુરું પાડીને જરૂરી સૂચનાઓ આપી હતી. ચૂંટણી પંચની માર્ગદર્શિકા પ્રમાણે ઉપરોક્ત કમિટીની કામગીરી વિશે જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ વિગતો મેળવી હતી. નાયબ‌ માહિતી નિયામક અને MCMCના સભ્ય સચિવશ્રી મિતેશ મોડાસીયાએ સર્વે સભ્યોને આવકારીને કમિટીની કામગીરી અંગે છણાવટ કરી હતી. આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મેહુલ દેસાઈ અને સર્વે સભ્યોશ્રી પ્રાંત અધિકારીશ્રી અનિલ જાદવ, સોશિયલ મીડિયા નિષ્ણાંતશ્રી મહેશ મૂલાણી, આકાશવાણી પ્રોગ્રામ એક્ઝિક્યુટિવશ્રી ભરત ચતવાણી ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button