51શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ અંબાજીધામ જે હાલ તબક્કે મંદિર માં વહેંચતા મોહનથાળ નો પ્રસાદ બંધ કરી દેવાતા ભારે ચર્ચા માં આવ્યું

5 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લામાં આવેલું 51શક્તિપીઠમાંનું એક શક્તિપીઠ અંબાજીધામ જે હાલ તબક્કે મંદિર માં વહેંચતા મોહનથાળ નો પ્રસાદ બંધ કરી દેવાતા ભારે ચર્ચા માં આવ્યું છે અંબાજી મંદિર માં વહેંચાતો મોહનથાળ નો પ્રસાદ લગભગ 1968 થી વહેંચાવવાનો શરુ થયો હતો જે મોહનથાળ ના પ્રસાદ વહેંચવાની પરંપરા ને 50 વર્ષ ઉપરાંત થી ચાલી આવી છે ને હવે એકાએક આ મોહનથાળ નો પ્રસાદ વહેંચવાનો બંધ કરી ચીકી નો પ્રસાદ શરુ કરવામાં આવ્યો છે અંબાજી મંદિરે આવતા શ્રદ્ધાળુઓ પ્રથમ દર્શન કરી માતાજી ને ધરાવેલો મોહનથાળ નો પ્રસાદ માંગતા હોય છે પણ હવે મોહનથાળ જાણે એક સપનું થઇ જશે તેવી પરિસ્થિતિ નિર્માણ થઇ રહી છે હાલ તબક્કે મોહનથાળ નો પ્રસાદ જે અંબાજી માજ બનાવાતો હતો તે બંધ કરી બહાર થી ચીકી ભરેલા કાર્ટુનો મંગાવવા માં આવે છે ને મોહનથાળ ના બદલે મંદિર ના પ્રસાદ કેન્દ્રો ઉપર ચીકી નો પ્રસાદ વહેંચવામાં આવી રહ્યો છે જોકે મોહનથાળ ની વર્ષો જૂની પરંપરા તૂટતાં અંબાજી મંદિરે આવતા શ્રદ્ધાળુઓ ની લાગણી ને ઠેસ પહોંચતી હોય તેવું લાગી રહ્યું છે જોકે યાત્રિકો પણ મંદિર માં મોહનથાળ નો પ્રસાદ વહેંચવો જોઈએ તેવી માંગ કરી રહ્યા છે શ્રદ્ધાળુઓ ના મતે મંદિર ટ્રસ્ટ અન્ય કોઈપણ પ્રસાદ વહેંચવાની શરૂઆત કરે તેમાં કોઈજ વાંધો નથી પણ મોહનથાળ નો પ્રસાદ બંધ ન કરવા માંગ કરાઈ રહી છે જોકે મોહનથાળ નો પ્રસાદ શ્રદ્ધાળુઓ ની એક આસ્થા નું પ્રતીક બની ચૂક્યું છે ત્યારે આ આસ્થા ને ઠેસ ન પહોંચે તે માટે બંધ કરાયેલો મોહનથાળ ફરી શરુ કરાવવા યાત્રિકો જણાવી રહ્યા છે એટલુંજ નહીં જો ભાવ માં ન પોસાતો હોય તો મોંઘાભાવે પણ મોહનથાળ નો પ્રસાદ જ વહેંચવા માંગ કરાઈ રહી છે આજે અંબાજી મંદિર માં શ્રદ્ધાળુઓ મોહનથાળ ના બદલે ચીકી નો પ્રસાદ પણ આરોગતાં નજરે પડ્યા હતા.આ માહિતી આપતાં મહેન્દ્રભાઈ અગ્રવાલે જણાવ્યું હતું કે સ્થાનિક હિન્દુ સંગઠનોએ પણ આ મોહનથાળ ના પ્રસાદ ને ફરી શરુ કરવા પોતાના પ્રયત્નો હાથ ધર્યા છે એટલુજ નહી મોહનથાળ નો પ્રસાદ બંધ કરી શ્રધ્ધાળુઓના આસ્થા સાથે ચેડા કર્યા હોવાનો આક્ષેપ કર્યો છે ને જો મોહનથાળ પ્રસાદ ફરી શરુ કરવામાં નહી આવેતો આંદોલન ની ચીમકી ઉચ્ચારવાઆવી છે








