WANKANER:વાંકાનેર કુવાડવા પંથકમાં પ્રજાલક્ષી કાર્યને સ્થાન આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

વાંકાનેર કુવાડવા પંથકમાં પ્રજાલક્ષી કાર્યને સ્થાન આપતા ધારાસભ્ય જીતુભાઈ સોમાણી

“વાંકાનેરના લિંબાળા થી ખંભાળા ગામ સુધી ચાર કિલોમીટર પાણીની લાઈન નું ખાત મુહૂર્ત કરાયું”
વાંકાનેર: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સતત પ્રજા લક્ષી ડિજિટલ ગુજરાતમાં શહેર જિલ્લા સહિત છેવાળાના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ કાર્યને સ્થાન આપી રહ્યા છે જેમને પ્રજા સમક્ષ પહોંચાડવા જે તે વિસ્તારના પ્રજાના પ્રતિનિધિ ની રજૂઆતને ધ્યાને રાખી ઝડપી પ્રજાલક્ષી વિકાસ કાર્યને સ્થાન આપવામાં આવી રહ્યું હોય તેમ વાંકાનેર કુવાડવા મતવિસ્તારમાં વેપારી ખેડૂત માલધારી સમાજ ના વિવિધ પ્રશ્નો અંગે સતત ચિંતક એવા વાંકાનેર કુવાડવા પંથકમાં લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણી પાયાની પ્રાથમિક સુવિધા પોતાના મત વિસ્તારના મતદારોને ઝડપી મળે અને લોકો સમસ્યા મુક્ત રહે તેવા પ્રયાસ અંતર્ગત રોડ રસ્તા પાણી લાઈટ સહિતની વિવિધ સમસ્યાઓને ધ્યાને રાખી જીતુભાઈ સોમાણી પ્રજા ચિંતન કાર્યમાં સતત રહ્યા છે એ વાતને કોઈ શંકાનું સ્થાન નથી ધારાસભ્ય જીતુભાઈ ના પત્ની પૂર્વ ધારાસભ્ય જ્યોત્સનાબેન સોમાણી ની તબિયત ના તંદુરસ્ત હોવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે તેવા સમયે પણ જીતુભાઈ પોતાના પત્ની અને પ્રજાના પ્રશ્નોને સતત પર નજર રાખી રહ્યા છે નવરાત્રીમાં પણ સતત અપડાઉન નવ દિવસ કરી દવાખાને અમદાવાદ થી વાકાનેર અપડાઉન સતત ગાડી લઈને કર્યું છે અને હાલમાં પણ તેઓ અમદાવાદ દવાખાને અવરજવર કરી રહ્યા છે અને મતદાર પ્રજાને પણ પાયાની પ્રાથમિક સુવિધા પૂરી પાડવા માટે પ્રજાના કાર્યોમાં પણ સતત એલર્ટ રહ્યા છે વાંકાનેર જેના ભાગરૂપે વાંકાનેર પંથકમાં વાંકાનેર તાલુકાના લિંબાળા ગામ થી ખંભાળા ગામ સુધી પાણીની પાઇપલાઇન ચાર કિલોમીટરના અંતરની લોકોને પાણી માટે 16 લાખના ખર્ચે નાખવામાં આવી રહી છે જેનું તારીખ 31 10 2023 ના રોજ વાંકાનેર કુવાડવા પંથકના લોકપ્રિય ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે પાયા ખોદકામ નો ખાતમુરત ત્રિકમ થી ખુદ ધારાસભ્ય જીતુભાઈ સોમાણીના હસ્તે કરવામાં આવ્યું હતું તે તસવીરમાં દ્રશ્યમાન થાય છે જેમાં સમગ્ર ગામજનો અને ગ્રામ્ય વિસ્તારના સરપંચો સહિત ભારતીય જનતા પાર્ટી ભાજપના અગ્રણીઓ આગેવાનો કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા એવું ભારતીય જનતા પાર્ટી વાંકાનેર જન સંપર્ક કાર્યાલયથી રમેશભાઈ વોરા એ જણાવ્યું છે









