CHIKHLINAVSARI

ચીખલી ની ડિસ્ટ્રીક કેનાલને જોતા ખબર નથી પડતી કે કેનાલ છે કે ગટર

વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ ચીખલી

ચીખલી તાલુકા માંથી પસાર થતી ડાબા કાંઠા ની સિંચાઇ વિભાગ ની વલસાડ બ્રાન્ચ કેનાલ જે માંથી ચીખલી આજુ બાજુના અને સમરોલી સુધી સિંચાઇ માટે એક નહેર નું  ફાટ્યું જતું હોય છે. જેમાં ઉઢવણ ગામથી નીકળી ચીખલી કૉલેજ સર્કલ પાસે થી સમરોલી પાસે છુટી પડે છે. ત્યારે હાલ આ નહેર માં મોટા પ્રમાણ માં કચરો અને લિલ જામી ગયેલ જોવા મળે છે. ત્યારે સમરોલી પાસે તો કચરો અને વનસ્પતિ નો મોટો ઉપદ્ર જોવા મળે છે. જ્યારે આ નહેર માં પાણી નો સંગ્રહ થતો હોય જેને લઇ ને દુર્ગંધ મારતું પાણી હાલ જોવા મળે છે. ત્યારે હાલ આ નહેર છે કે ગટર એ નક્કી કરવું પડે એમ સ્થળ પર જોતાં પ્રતીત થાય છે.જ્યારે આ નહેર માં આવી રીતે દુર્ગંધ મારતું અને લીલ બાઝેલું પાણી સંગ્રહ થતો હોય. જેને કારણ થી રોગચારો ફેલાઈ તો કોઇ નવાઈ ની વાત નથી. ત્યારે તંત્ર હાથ પર હાથ ધરી ને બેઠું હોય એમ લાગી રહ્યું છે. સમરોલી પાસે ની આ નહેર જ્યાં થી પસાર થાય છે. ત્યા આજુ બાજુ રહેણાક વિસ્તાર હોય તો એમના સ્વાસ્થ ની સુરક્ષા નું શું? ત્યારે સિંચાઇ વિભાગ દ્વારા નહેર માં પાણી નો બગાડ ના થાય અને સરળતા થી ખેડૂતો ને પાણી મળી રહે અને પાણી નો બગાડ ના થાય એનાં માટે નહેર ને આર.સી.સી થી પાક્કી કરવામાં આવી છે. તેમ છતાં નહેર માં માટી જોવા મળે છે. જેને લઈને ઘાસ અને વનસ્પતિ ઉગી ગયેલ જોવા મળે છે. ત્યારે આ સમરોલી પાસે થી પસાર થતી નહેર માં પાણી કઈક અવરોધ ના કારણ થી ભરાઇલું જોવા મળે છે. જેને કારણ થી મચ્છર નો ઉપદ્ર થાય અને રોગચારો ફેલાઈ તો જવાબદાર કોણ? ત્યારે સંભવીત તંત્ર ને આ બાબત ની માહિતી નથી કે પછી ફિલ્ડ વર્ક કરવાં માટે સમય નથી? ત્યારે જોવાનું એ રહ્યું કે આવનારાં દિવસોમાં તંત્ર દ્વારા શું પગલાં લેવાશે.

બોક્સ:૧
સમરોલી પાસે આ નહેર માં એટલી ગંદકી જોવા મળે છે કે જેનો કોઇ હિસાબ નથી.ત્યારે સ્થાનિક ને આ બાબત એ પૂછતાં જણાવ્યું હતું કે નહેર ખાતા દ્વારા યોગ્ય સફાઈ કરવામાં આવતી નથી. જ્યારે સફાઇ કરવા આવે ત્યારે સફાઈ નો દેખાડો કરી જતાં રહે છે. જેને કારણે થી આ ગંદકી જોવા મળે છે. ત્યારે આ નહેર ને આર.સી.સી થી પાક્કી કરવામાં આવી હતી.ત્યારે યોગ્ય મટીરીયલ નો ઉપયોગ કરવામાં નથી આવ્યો જેને લઈને હાલ માટી જોવા મળે છે.
:- પ્રવીણભાઈ પટેલ,સ્થાનિક

બોક્સ:૨
જ્યારે નહેર ખાતાના એક અધિકારી જોડે વાત કરતાં એમણે જણાવ્યું હતું કે અમે સમય સર સફાઈ કરાવ્યો છે.જ્યારે ખેડૂતો પોતનાં ખેતર માં પાણી લઈ જવાં માટે માટી નહેર માં નાખતાં હોય છે. જેને કારણે ઘાસ અને વનસ્પતિ ઉગેલી જોવા મળે છે.

[wptube id="1252022"]
Back to top button