
૫-ડિસેમ્બર.
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – ભુજ કચ્છ.
રાષ્ટ્રીય સયુંકત મોરચા કચ્છ દ્વારા મોરબી ખાતે આયોજિત પદયાત્રા અને મહાપંચાયત ના આયોજન સંદર્ભે ઓનલાઈન બેઠક યોજાઇ.
ઓનલાઈન મિટિંગમાં અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના કચ્છ જિલ્લાના પ્રમુખ કાર્યકર્તાઓ જોડાયા.
ભુજ કચ્છ :- આજ રોજ અખીલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાતના આહવાન થી જૂની પેન્શન યોજના માટે અને સરકાર દ્વારા કરવામાં આવેલા ઠરાવો સંદર્ભે કચ્છ જિલ્લામાં રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા પદયાત્રા અને મહાપંચાયતના આયોજન સંદર્ભે ઓનલાઈન મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું જેમાં ચાર જિલ્લા ના સમન્વયથી પદયાત્રા અને મહાપંચાયત આયોજન થશે. ચાર જિલ્લાઓ પૈકી રાજકોટ , કચ્છ ,સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં પદયાત્રા અને મહાપંચાયત કાર્યક્રમ બાબતે કચ્છ જિલ્લા/તાલુકાના ચારેય સંવર્ગના અધ્યક્ષ ,મંત્રી, સંગઠન મંત્રી અને મહિલા ઉપાધ્યક્ષ તેમજ મહિલા મંત્રી સહિત અનેક મુખ્ય કાર્યકર્તાઓ એ ઓનલાઇન મિટિંગમાં હાજરી આપી..આ મીટીંગની શરૂઆત માં સરસ્વતી વંદનાથી કચ્છ જિલ્લા માધ્યમિક ગ્રાન્ટેડ મહિલા મંત્રી ડૉ પૂજાબેન જોષી દ્વારા કરવામાં આવેલ હતી. જિલ્લા માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ તેમજ પ્રાંત સહસંગઠન મંત્રી અલ્પેશભાઈ જાનીએ પદયાત્રા અને મહાપંચાયતના આયોજન સંદર્ભે વિસ્તૃત માર્ગદર્શન તેમજ માહિતી આપેલ હતી. માધ્યમિક સરકારી અધ્યક્ષ નયનભાઈ વાંઝાએ પ્રાંતની સૂચના અનુસાર શિસ્તબદ્ધ આંદોલન કરવા જણાવેલ હતુ. ત્યારબાદ કચ્છ જિલ્લાના એચ.ટાટ. અધ્યક્ષ ભરતભાઇ દ્વારા કાર્યક્રમની સચોટ રૂપરેખા આપી તૈયારીઓ વિશે માહિતગાર કર્યા હતા. પ્રાથમિક જિલ્લા અધ્યક્ષ રામસંગજી જાડેજાએ કાર્યક્રમમાં વધુમાં વધુ શિક્ષકો અને અન્ય સંગઠનોના કર્મચારીઓ પણ જોડાય અને આ મહાપંચાયત અને પદયાત્રાને સફળ બનાવવા માટે ઉપસ્થિત જિલ્લાના કારોબારી સભ્યોને આહવાન કર્યું હતુ. નવ સંવર્ગ પ્રાંત મંત્રી તેમજ માધ્યમિક સરકારી રાજ્ય અધ્યક્ષ મૂરજીભાઇ ગઢવીએ પ્રસંગોચિત ઉદબોધન કરી સંખ્યાત્મક બાબતોને ધ્યાને લેવા સૂચન કરેલ હતુ તેમજ દરેક કાર્યકર્તાઓએ રૂબરૂ જઈ શિક્ષકો અને અન્ય કમૅચારીઓને આ કાર્યક્રમમાં જોડાવા માટે અને સફળ બનાવવા માટે કાર્ય કરવા અનુરોધ કરેલ હતો. ત્યારબાદ મિટિંગમાં જોડાયેલા દરેક તાલુકાઓના અધ્યક્ષે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી શૈલીમાં કચ્છ જિલ્લાના પ્રાથમિક મહામંત્રી રમેશભાઇ ગાગલ દ્વારા કરવામાં આવ્યું હતું અને અંતે સરકારી માધ્યમિક સંવર્ગ પ્રાંત ઉપાધ્યક્ષ પુનશીભાઈ ગઢવી દ્વારા કલ્યાણ મંત્ર કરી બેઠક પૂર્ણ જાહેર કરવામાં આવી હતી તેવુ રાષ્ટ્રીય સયુંકત મોરચા સંયોજક અલ્પેશભાઈ જાની ની યાદીમાં જણાવાયું હતું.










