GUJARAT
જંબુસર શહેર માં આવેલી શ્રીમતી એચ.એસ શાહ હાઇસ્કુલ માં રક્ષાબંધન પર્વ શાનદાર ઉજવણી કરવામાં આવી

રક્ષાબંધન એટલે રાખડી બાંધવી તે માત્ર રાખડી બાંધવી એમ નહિ પણ રક્ષાબંધન પાછળ જે ભાવના ભરી પડી છે, જે તત્વજ્ઞાન સમાયું છે. અને જે મહાન જવાબદારી રહેલી છે, તેનું યથાર્થ પાલન થાય તે આવશ્યક છે. આજ ભાવનાને લક્ષમાં રાખી
આજરોજ તા. 29/08/2023 ના રોજ શ્રીમતી એચ.એસ.શાહ હાઈસ્કૂલમાં રક્ષાબંધન પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તેમાં ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતા બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. શાળાની વિધાર્થિનીઓએ સ્વ નિર્મિત રાખડી લાવી તેમના જે તે વર્ગના વિદ્યાર્થીઓને બાંધી હતી. શાળાના શિક્ષકોએ પણ આ પ્રસંગે વિદ્યાર્થીઓને આ પ્રસંગ અનુરૂત આવશ્યક માર્ગદર્શન પૂરું પાડી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
રિપોર્ટર વિજયસિંહ જીતસિંહ ચૌહાણ 


[wptube id="1252022"]









