
રાજપીપલા પોલીસે એક્ટિવા ઉપર લઇ જવાતો દારૂ ઝપડી લીધો, આરોપી પોલીસને જોઈ ભાગી ગયો
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપલા ચંદ્રવિલા સોસાયટી પાસેથી એકટીવા ઉપર લવાતો કિ.રૂ. ૫૮,૮૦૦/- નો પોહી મુદામાલ પોલીસે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

પ્રાપ્ત માહિતી મુજબ રાજપીપલા પોલીસને ખાનગી રાહે બાતમી મેળેલ કે લાછરસ ગામ તરફથી એક હોન્ડા કંપનીની એક્ટીવા 6G નો ચાલક વિદેશી દારુ લઈને ચંદ્રવિલા સોસાયટી થઈ રાજપીપલા તરફ આવે છે જે બાતમી આધારે રાજપીપલા ચંદ્રવિલા સોસાયટી પાસે રસ્તા ઉપર વોચમાં હાજર હતા ત્યારે એક ઈસમ એક્ટીવા લઈ આવતા તેને ઉભો રાખવાનો ઈશારો કરતા તેણે પોતાની એક્ટીવા ઉભી રાખેલ નહી અને પોતાની એક્ટીવા રોડ ઉપર નાખી ભાગી ગયો હતો પોલીસે એકટીવાની તપાસ કરતા ત્રણ વિમલના થેલા મળી આવેલ જેમાંથી કુલ પ્રોહી મુદ્દામાલ કિ.રૂ.૨૮,૮૦૦/- તથા એક્ટીવા 6G રજી.નં-GJ 22 N 3137 ની કિ.રૂ.૩૦,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૫૮,૮૦૦/- પ્રોહી મુદ્દામાલ પોલીસે જપ્ત કરી ભાગી ગયેલ આરોપી વિરુદ્ધ રાજપીપલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી આરોપીની શોધ ખોડ હાથ ધરી છે









