
બકરી ઈદ પર્વને લઈ રાજપીપલા પોલીસ એલર્ટ શહેરમાં ફુટ પેટ્રોલિંગ તેમજ મોહલ્લા બેઠક કરી
શાંતિપૂર્ણ માહોલમાં બકરી ઇદ નો તેહવાર ઉજવાય તેમજ કોઈ પણ ધર્મની લાગણી દુભાય નહિ તકેદારી રાખવા ખાસ અનુરોધ
રાજપીપલા : જુનેદ ખત્રી
મુસ્લિમ સમુદાયનો પર્વ બકરી ઈદ નિમિત્તે નર્મદા જિલ્લા પોલીસ દ્વારા રાજપીપલા શહેરમાં ફુટ પેટ્રોલિંગ તેમજ મોહલ્લા બેઠક નું આયોજન કરી મુસ્લિમ આગેવાનો સાથે સંવાદ કર્યો હતો
બકરી ઈદ પર્વ અનુસંધાને આજે રાજપીપલા શહેરમાં નાયબ પોલીસ અધિક્ષક તેમજ ઇન્ચાર્જ રાજપીપલા શહેર પોલીસ મથક કૃણાલસિંહ પરમારની અધ્યક્ષતામાં ફુટ પેટ્રોલિંગ તેમજ મોહલ્લા બેઠક નું આયોજન કરવામાં આવ્યું હતું રાજપીપળાની મધ્યમાં આવેલ હઝરત નિઝામ શાહ દરગાહ ખાતે મુસ્લિમ આગેવાનો સાથે બેઠક કરી બકરી ઇદ પર્વ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય કોઈ સમુદાયની લાગણી દુભાય નહિ તેવી તકેદારી રાખવા પોલીસ દ્વારા અપીલ કરાઈ હતી જેમાં સમગ્ર બેઠક દરમિયાન એલસીબી પીઆઈ આર. જી. ચૌધરી પણ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું