
રાજપીપલા લિટલ માસ્ટર પ્રિ સ્કૂલના બીજા વાર્ષિક ઉત્સવની ઉજવણી કરાઇ
રાજપીપલા : જુનેદ ખત્રી
રાજપીપલામાં આવેલ લિટલ માસ્ટર પ્રિ સ્કૂલ ત્રણ વર્ષથી કાર્યરત છે ખુબજ ટૂંકા સમયમાં લિટલ માસ્ટર પ્રિ સ્કૂલ દ્વારા નામના મેળવી અભ્યાસ કરતા નાના ભૂલકાઓ માં શિક્ષણ સાથે સામાજિક સંસ્કારોનું સિંચન કર્યું છે આજે રાજપીપલા ટાઉન હોલ ખાતે બીજો વાર્ષિકોત્સવ નું આયોજન કરાયુ હતું જેમાં મુખ્ય અતિથિ રાજપીપલા નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠા બેન પટેલ, અગ્રણી કમલેશભાઈ પટેલ, સંસ્થાના ટ્રસ્ટી, પૂર્વ આચાર્ય, જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક જી. એ. સરવૈયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહી બાળકોનો ઉત્સાહ વધાર્યો હતો બાળકોએ પ્રાર્થના, વેલકમ સોંગ, એનિમલ સોંગ, રામ આયેંગે, લીખના પઢના હૈ, પરી સહિના સોંગ ઉપર પર્ફોર્મ કર્યું હતું
પ્રસંગે શાળાના આચાર્ય દત્તા બેન ગાંધીએ જણાવ્યું હતું કે આજે લિટલ માસ્ટર પ્રિ સ્કૂલ નો બીજો વાર્ષિકોત્સવ છે જેમાં બાળકોએ ખૂબ સરસ પર્ફોર્મ કર્યું ઉપરાંત તેઓએ બાળકોના વાલી ગણ અને ઉપસ્થિત મહેમાનો નો આભાર વ્યક્ત કર્યો હતો તેમજ જણાવ્યું હતું કે આવા કાર્યક્રમ થકી બાળકોનો સ્ટેજ ફિયર દૂર થાય છે સામાન્ય રીતે મોટા વ્યક્તિ પણ સ્ટેજ ઉપર બોલતા ગભરાય છે ત્યારે બાળકોએ ખૂબ સારું પર્ફોર્મ કર્યું હતુ