મોરબી નગરપાલિકાના રોજમદાર કર્મચારીઓ વિવિધ માંગણીઓ લઈને આંદોલન પર ઉતર્યા

મોરબી નગરપાલિકાના રોજમદાર કર્મચારીઓ વિવિધ માંગણીઓ લઈને આંદોલન પર ઉતર્યા
મોરબી નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કામદારોના પ્રશ્નોનું નિરાકરણ નહિ આવતા આજે ૩૫૦ જેટલા રોજમદાર કર્મચારીઓએ હડતાલ કરી ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું હતું જેમાં કાયમી કરવા સહિતની માંગ સાથે કર્મચારીઓએ આવેદન પાઠવી વિવિધ માંગણીઓ અંગે રજૂઆત કરી હતી

અખિલ ભારતીય સફાઈ મજદૂર કોંગ્રેસના નેજા હેઠળ રોજમદાર કર્મચારીઓએ ચીફ ઓફિસરને આવેદન પાઠવ્યું હતું જેમાં જણાવ્યું છે કે નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારો ઘણા સમયથી શહેરને સ્વચ્છ રાખવા કામગીરી કરી રહ્યા છે કોરોના મહામારીમાં પણ પોતાની ફરજ નિભાવી હતી પરંતુ ગત તા. ૦૯ ના રોજ પત્ર બાબતે કોઈ પ્રત્યુતર નહિ મળતા સફાઈ કામદારોનું શોષણ કરવામાં આવે છે સફાઈ કામદારોને પોતાના હક્ક અને અધિકારથી વંચિત રાખવાના પ્રયાસો કરવામાં આવે છે જેથી વહીવટદાર શાસન તરફથી સફાઈ કામદારોના પ્રાણ પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ નહિ આવે તો યુનિયન દ્વારા આંદોલન યથાવત રહેશે

રોજમદાર કર્મચારીઓની માંગણીઓ નીચે મુજબ છે : મોરબી નગરપાલિકાના રોજમદાર સફાઈ કામદારોને કાયમી કરવામાં આવે નગરપાલિકાના સફાઈ કામદારોને ગુજરાત સરકાર શ્રમ, કૌશલ્ય, વિકાસ અને રોજગાર વિભાગના નોટીફીકેશન મુજબ લઘુતમ વેતન તથા તા. ૦૧-૧૦-૨૦૨૩ ગુજરાત રાજ્ય ગાંધીનગર શ્રમ આયુક્તના પત્ર મુજબ લઘુતમ વેતન અધિનિયમ ૧૯૪૮ હેઠળ ખાસ ભથ્થું તુરત ચુકવવા મોરબી પાલિકાના રોજમદાર સફાઈ કામદારોને ચ્ધાલું ફરજ દરમિયાન બિન કારણસર વગર નોટીસે ગેરકાયદેસર રીતે છુટા કરી દેવામાં આવેલ હોય જેને તાત્કાલિક અસરથી કામ પર લેવા પાલિકાના સફાઈ કામદારોને લઘુતમ વેતન અધિનિયમ હેઠળ રાખેલ શ્રમયોગીઓ કર્મચારીઓને પગાર સ્લીપ, હાજરી કાર્ડ, ઓળખ કાર્ડ ફરજીયાત અને તાત્કાલિક આપવા માંગ કરી હતી








