DAHOD CITY / TALUKOGUJARAT

સંતરામપુર વિધાનસભામાં સમાવિષ્ટ પરથમપુર મતદાન મથકે ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૧૧-૦૫-૨૦૨૪ ના રોજ પુન:મતદાન કરવાનો નિર્ણય લેવાયો

તા.૦૯.૦૫.૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Santrampur:સંતરામપુર વિધાનસભામાં સમાવિષ્ટ પરથમપુર મતદાન મથકે ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.૧૧-૦૫-૨૦૨૪ ના રોજ પુન:મતદાન કરવાનો નિર્ણય લેવાયો

 

દાહોદ : લોકસભા સામાન્ય ચૂંટણી – ૨૦૨૪ ને લઈને ૧૨૩ – સંતરામપુર વિધાનસભામાં સમાવિષ્ટ ૨૨૦ – પરથમપુર મતદાન મથક ખાતે મતદાન પ્રક્રિયા દરમ્યાન અનિયમિતતાનો બનાવ બનતાં ભારતના ચૂંટણી પંચ દ્વારા તા. ૦૭-૦૫-૨૦૨૪ ના રોજ થયેલ મતદાન રદ કરી તા.૧૧-૦૫-૨૦૨૪ ના રોજ પ્રાથમિક શાળા, પરથમપુર, તા. સંતરામપુર, જી. મહીસાગર ખાતે (સવારે ૦૭:૦૦ વાગ્યાથી સાંજે ૦૬:૦૦ વાગ્યા સુધી) પુન :મતદાન કરવા જણાવ્યું છે. જેની આ મતદાન મથકમાં સમાવિષ્ટ વિસ્તારના મતદારો, ઉમેદવારો તેમજ રાજકીય પક્ષોને પુન : મતદાનની તારીખ, સમય અને સ્થળની જાણ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે દ્વારા જણાવાયું છે

પુન : મતદાન થનાર મતદાન મથકમાં સમાવિષ્ટ વિસ્તાર

૧) પટેલ કટારા, પારગી ફળિયું, પરથમપુર

૨) કાળીયા ફળિયું, પરથમપુર

૩) નિશાળ ફળિયું, પરથમપુર

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button