BANASKANTHAPALANPUR
સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ પાલનપુરમાં એડોલેશન હેલ્થ અંગે જાણકારી આપવામાં આવી

3 માર્ચ વાત્સલ્યમ દૈનિક સમાચાર સુભાષભાઈ વ્યાસ પાલનપુર બનાસકાંઠા
બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર સંચાલિત સમતા વિદ્યાવિહાર શૈક્ષણિક સંકુલ સંચાલિત પ્રાથમિક વિભાગમાં આજરોજ એડોલેશન હેલ્થની સમગ્ર ટીમનું સમતા પ્રાથમિક વિભાગના આચાર્ય શ્રીમતી ચેતનાબેન જે મકવાણાએ શાબ્દિક સ્વાગત કર્યુ ત્યારબાદ ડૉ. ભુપેન્દ્ર રાવલ અને ડૉ. મિતલબેન તેમજ મલ્ટી પપૅઝ હેલ્થવર્કર શ્રી જયંતિભાઈએ એડોલેશન હેલ્થ અંગે ખૂબ જ મહત્વની જાણકારી આપી. સમતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીભાઈ બહેનોએ ખૂબ જ રસ પૂર્વક આ માહિતી મેળવી અને તેમના દ્વારા દરેક વિદ્યાર્થીઓને વ્યસન મુક્તિની પ્રતિજ્ઞા લેવડાવી ત્યારબાદ તેઓ મારફતે બાળકોને પેન્સિલ તેમજ બિસ્કીટનું વિતરણ કરવામાં આવ્યું. બનાસકાંઠા જિલ્લા વણકર સમાજ કેળવણી મંડળ પાલનપુર એડોલેશનની સમગ્ર ટીમનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે
[wptube id="1252022"]