
આસીફ શેખ લુણાવાડા
ગુમ થયેલ સગીર વયની ચાર બાળકીઓ અને મહિલાને ગણતરીના કલાકોમા જ જામનગરના કાલાવડ તાલુકામાંથી શોધી કાઢતી ડીટવાસ પોલીસ

મે.મહીસાગર જીલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજા સાહેબ નાઓએ તા.૦૨/૦૯/૨૦૨૩ ના રોજ યોજાયેલ ક્રાઇમ-કૉન્ફરન્સ દરમ્યાન ગુમ થયેલ ઇસમો પૈકી ૦ થી ૧૨ વર્ષના ગુમ થયેલ બાળકોને શોધી કાઢવા માટે સંવેદનશીલતાપુર્વક ઘનિષ્ઠ પ્રયત્નો કરી શોધી કાઢવા માટે સુચના આપેલ જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક પી.એસ.વળવી સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ ડીટવાસ પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી.ઝાલા નાઓએ ડીટવાસ પોલીસ સ્ટેશનમા દાખલ થયેલ ગુમ જાણવાજોગના કામે ગુમ થયેલ બાળકો/મહીલાઓની ભાળ મેળવી શોધવા સારૂ કાર્યવાહી હાથ ધરેલ.
જે દરમ્યાન પો.સ.ઇ એસ.બી ઝાલા નાઓએ સુમે જાણવા જોગ નંબર-૨/૨૦૨૩ ના કામે ગુંડાથનાર સગીર વસની બાળકીઓ નામે (૧) ભાવનાબેન ડો/ઓ સનાભાઇ કાળુભાઇ બારીયા ઉ.વ.૧૦ (૨) માલાબેન ડ ઓ શનાભાઇ કાળુભાઇ બારીયા ૧:૦૮ (૩) તેજલબેન કો ઓ શનાભાઇ કાળુભાક ભારીયા કે.વ. (૪) જાનકીબેન ડો ઓ શનાભાઇ કાળુભાઇ બારીયા ઉ.વ.૦૩ ના તેની માતા નાથીબેન વા/ઓ શનાભાઇ કાળુભાઇ બારીયા ઉ.૨૩૬ તમામ રહે. ઝામસાગા ના કડાણા જી.મહીસાગર નાઓ એ નામ ૦૫/૦૯/૨૦૨૩ ના રોજ ખાનપુર ખાતે કપડા ખરીદવા જઉં છું તેમ કહી ઘરેથી નિકળી ગામ જેનો કોઇ પત્તો નહી લાગતા તેના પિતા સુખાભાઇ સોમાભાઇ ડામોર તા.૧૯/૦૯/૨૦૨૩ના રોજ ડીટવાસ પોલીસ સ્ટેશન ખાતે તેઓના ગુમ થવા બાબતે જાહેરાત લખાવેલ હતા, ઉપરોક્ત ગુમ નોંધ દાખલ થયા બાદ ગુમથનાર સગીર વયની બાળકીઓ તથા મહીલાની શોધવાની તપાસ શરૂ કરવામાં આવેલ અને ગુમથનાર મોબાઇલ ફોન નંબર ૭૬૯૮૪૨૬૭૩૧ નો ઉપયોગ કરતી હોઇ અને તેણીએ એકવાર પોતાના પિતા સાથે વાતચીત કરેલ ત્યારે પોતે ક્યા છે અને ક્યા રહે છે તે અંગેની કોઇ માહીતી જણાવેલ ન હોય જેથી પો.સ.ઇ. એસ.બી. ઝાલા નાઓએ
સદરી મોબાઇલ નંબરનુ લોકેશન કઢાવતા તે જામનગર જીલ્લાના કાલાવાડ તાલુકાના માલીવાડ ગામે હોવાની હકીકત મળેલ પરંતુ ચોક્કસ
સરનામુ મળેલ નહીં. જેથી પો.સ.ઇ. એસ.બી.ઝાલા નાઓએ અહૈ કી અલ્પેશભાઇ શકરાભાઇ નાઓ સાથે એક પોલીસ ટીમ બનાવી જામનગર જીલ્લાના કાલાવાડ તાલુકાના મછલીવાડ ગામે જઇ તપાસ કરતા સદરી મથનાર મહીલા તેની સગીર વયની ચારેય બાળકીઓ સાથે મળી આવતા તેઓને અત્રેના પોલીસ સ્ટેશન ખાતે લાવી કાયદેસર કાર્યવાહી કરવામા આવેલ છે અને ગુમ થનાર નાથીબેન વા/ઓફ શનાભાઇ કોયાભાઇ બારીયા ઉ.વ.૩૬ રહે ઝાલાસાગ તા કડાણા જી.મહીસાગર નાઓનુ નિવેદન લેતા પોતે પોતાના પીયરમા ભાઇ તથા ભાભીઓ સારી રીતે રાખતા ન હોય જેથી પોતાની ચારેય સગીર વયની બાળકીઓને સાથે લઇ નીકળી ગયેલ હોવાનું જણાવેલ છે.
આમ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.બી.ઝાલા નાઓએ કુનેહપુર્વક ટેક્નીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ સોર્સીસ આધારે ગુમથનારનુ લોકેશન મેળવી ગુમ થયેલ સગીર વયની બાળકીઓ અને મહીલાને જામનગર જીલ્લાના કાલાવાડ તાલુકાના મછલીવાડ ગામથી ગણતરીના કલાકોમાં શોધી કાઢવામા સફળતા મેળવેલ છે.
આ કામગીરી ડીટવાસ પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. એસ.બી.ઝાલા તથા અ.હે.કો.
તથા પો.કો.કનુભાઇ ડાહ્યાભાઇ તથા વુ.પો.કો. જીગીશાબેન કાંતીભાઇ નાઓએ ટીમવકથી કરેલ છે.









