
વાત્સલ્ય સમાચાર આસીફ લુણાવાડા
સંતરામપુરમાં ભૂલી પડેલી અસ્થિર મગજની મહિલાને 181 અભયમ મહીસાગર દ્વારા સુરક્ષિત સ્થળે આશ્રય અપાવ્યો.

મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી એક જાગૃત નાગરિક દ્વારા 181 મહિલા હેલ્પલાઇન માં ફોન કરીને મહિલાની મદદ કરવા જણાવેલ હતું. મહીસાગર 181 અભયમ ટીમને કૉલ મળતા ડયુટી પર હાજર ટીમ ઘટના સ્થળ પર પહોંચી મહિલાને મળી ને સાંત્વના આપી મહિલા હેલ્પલાઇન માં ફોન કરનાર જાગૃત નાગરિક સાથે વાતચીત કરી તો જણાવેલ કે મહિલા એક કલાક પહેલા રસ્તા પરથી ગુજરતા હતા અને રાતનો ટાઈમ હતો તથા અજાણ્યા લાગતા હોવાથી ગામના માણસોએ તેમની સાથે વાતચીત કરી પરંતુ વ્યવસ્થિત કઈ જણાવતા ન હતા. અભયમ ટીમે મહિલા સાથે વાતચીત કરી તેમના પરિવાર વિશે પૂછ્યું પણ વ્યવસ્થિત જવાબ આપતા ન હતા. તથા તેમનું સરનામું જાણવાનો પ્રયત્ન કર્યો પણ ચોક્કસ જણાવતા ન હતા આથી તેમને લુણાવાડા સુરક્ષિત સ્થળે આશ્રય અપાવેલ છે.









