BODELICHHOTA UDAIPURCHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT

ખર્ચ નિરીક્ષકશ્રી સુમિત ગજભીયેની અધ્યક્ષતામાં ચૂંટણી ખર્ચ સંદર્ભે બેઠક યોજાઈ

લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ છોટાઉદેપુર જિલ્લામાં ત્રીજા તબક્કામાં તા. ૭ મી મે ના રોજ મતદાન થનાર છે. લોકસભા સામાન્ય ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે માટે ચૂંટણી ખર્ચ નિરીક્ષક શ્રી સુમિત ગજભીયેની અધ્યક્ષતામાં વિશ્રામગૃહ, છોટાઉદેપુર ખાતે બેઠક યોજાઈ હતી.

ખર્ચ નિરિક્ષકશ્રી સુમિત ગજભીયે જિલ્લામાં રોકડ વ્યવહાર, બેંકમાં થતા શંકાસ્પદ નાણાકિય વ્યવહાર તથા સ્વૈછિક સંસ્થાઓના નાણાકિય વ્યવહાર પર નજર રાખવા સૂચન કર્યું હતું. આ ઉપરાંત તેમણે ચૂંટણી ખર્ચને લગતા રજીસ્ટરો તેમજ ચૂંટણી ખર્ચ સાથે જોડાયેલ જરૂરી પત્રકો સહિતની વિગતોની જાણકારી મેળવી હતી.

આ બેઠકમાં જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અનિલ ધામેલીયાએ ખર્ચ નિરિક્ષકશ્રીને જિલ્લામાં હાથ ધરાયેલ ચૂંટણી કામગીરીથી વાકેફ કર્યા હતા. એક્ષપેન્ડીચર અને મોનિટરિંગ સેલના નોડલ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી સચિન કુમારે ચૂંટણી ખર્ચ સંદર્ભે વિવિધ ટીમો દ્વારા હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતો આપી હતી.

આ બેઠકમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી આર.બી.ચૌધરી સહિત સહીત એક્ષપેન્ડીચર મોનીટરીંગ સેલના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી છોટાઉદેપુર

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button