BODELICHHOTA UDAIPUR CITY / TALUKOGUJARAT
બોડેલી પોલીસ સ્ટેશનની સામુહિક સાફ સફાઇ હાથ ધરી વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ કરવામાં આવ્યો.
છોટાઉદેપુર જીલ્લાના બોડેલી પોલીસ સ્ટેશન ના પી એસ આઈ વી આર.ચૌહાણ ની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો એક તારીખ, એક કલાક, મહા શ્રમદાનકાર્યક્રમ યોજાયો.
બોડેલી પોલીસ સ્ટેશનની સામુહિક સાફ સફાઇ હાથ ધરી વૈજ્ઞાનિક ઢબે કચરાનો નિકાલ કરવામાં આવ્યો.
રજી ઓકટોબર એટલે કે, મહાત્મા ગાંધી જયંતિને સ્વચ્છતા થકી જનઆંદોલન ની ઉજવણી કરવા માટે સ્વચ્છ ભારત દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સ્વચ્છ ભારત દિવસ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ અને શહેરી એમ સંયુકત રીતે ૧૫મી સપ્ટેમ્બર થી ૧૫મી ઓકટોબર ૨૦૨૩ સુધી;સ્વચ્છતા હી સેવા અભીયાન હાલ ચાલી રહ્યું છે.
જે અંતર્ગત આજરોજ આ કાર્યક્રમ બોડેલી પોલીસ સ્ટેશનમાં પણ ઉજવવામાં આવ્યો હતો.
રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી
[wptube id="1252022"]