JETPURRAJKOT

ગુણવત્તાયુક્ત અવિરત વીજ પુરવઠો આપવા માટે સરકાર કટિબધ્ધ, રાજકોટ જિલ્લામાં ૧ વર્ષમાં બન્યા નવા ૮ સબ સ્ટેશન અને ૧૭ નવી વીજ લાઈનો ઇન્સ્ટોલ કરાઇ

તા.૨૭ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજ્ય સરકાર નાગરિકોને આંતરમાળખાકીય સુવિધા આપવા માટે કટિબદ્ધ છે ત્યારે સર્વેને ગુણવત્તાયુક્ત અને અવિરત વીજ પુરવઠો મળી રહે તે માટે સરકાર વીજ ક્ષેત્રે સતત નવા સબ સ્ટેશન, નવી વીજ લાઈનો, નવા ટ્રાન્સમીટર કાર્યરત કરી લોકોને પર્યાપ્ત પુરવઠો પ્રાપ્ત કરાવી રહી છે. રાજકોટ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં નવા ૮ (આઠ) ૬૬ કે.વી.સબ સ્ટેશનનું નિર્માણ કરવામાં આવ્યું છે તેમજ નવી ૧૭ વીજ લાઈન નાખવામાં આવી છે.

નવનિર્મિત ૬૬ કે.વી. સબ સ્ટેશન રાજકોટના જેતપુર તાલુકાના કાગવડ, રાજકોટના લોધિડા, ગોંડલ તાલુકાના વાડધરી, જસદણ તાલુકાના ખારચિયા જામ, લોધીકા તાલુકાના રાવકી, ગોંડલ તાલુકાના વછરા રોડ, મોટા શાખપર અને કોટડાસાંગાણી તાલુકાના અરડોઈ ખાતે બનાવવામાં આવ્યા છે, તો રામોદ એસ/સી લાઈન, લીલાખા ‘એચ’ ફ્રેમ લાઈન, હોડાથલી લાઈન, લક્ષ્મીનગર ડી/સી લાઈન, મવડી ડી/સી લાઈન, કોલીથડ લાઈન, મોટા દાડવા ‘એચ’ ફ્રેમ લાઈન, સિદ્ધેશ્વર ડી.ઓ.જી લાઈન, ખાંભા પાથેર લાઇન, રઘુવીર સ્ટીલ એસ./સી. લાઇન, અનીડા(વછારા) લાઈન, વિરનગર લાઈન, વછારા રોડ એસ./એસ. લાઈન, વાજબી સેન્ટ્રલ લાઈન, સાજડીયાળી લાઈન, હડમતલા રાજપરા લાઈન, કે.એસ.એસ એસ./સી લાઈન નવી નાખવામાં આવી છે.

આમ, ગોંડલ તાલુકામાં ૩ નવા સબ સ્ટેશન અને ૫ નવી વીજ લાઈનો, જસદણ તાલુકામાં ૧ સબ સ્ટેશન અને ૨ નવી વીજ લાઈનો, જેતપુર તાલુકામાં ૧ સબ સ્ટેશન અને ૧ વીજ લાઈન, કોટડા સાંગાણીમાં ૧ સબ સ્ટેશન અને ૩ વીજ લાઈન, લોધિકા તાલુકામાં ૧ સબ સ્ટેશન અને ૧ વીજ લાઈન અને રાજકોટ તાલુકામાં ૧ સબ સ્ટેશન અને ૫ નવી વીજ લાઈનો ઇન્સ્ટોલ કરી સક્ષમ વીજ પુરવઠો પૂરો પાડવામાં આવી રહ્યો છે તેમ સુપ્રિટેન્ડિંગ એન્જીનિયર(ટી.આર) સર્કલ ઓફિસ, જેટકો-ગોંડલની યાદી દ્વારા જણાવવામાં આવ્યું છે

[wptube id="1252022"]
Back to top button