ARAVALLIGUJARATMODASA

અરવલ્લી: મોડાસાના રામદેવ ફટાકડામાં નિયમ કરતા વધારે જથ્થો હોવાની રાવ, કલેક્ટરમાં અરજી, કાચી ચિઠ્ઠી વ્યવહારને પ્રોત્સાહન…!!!

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્રભાઇ પટેલ

અરવલ્લી: મોડાસાના રામદેવ ફટાકડામાં નિયમ કરતા વધારે જથ્થો હોવાની રાવ, કલેક્ટરમાં અરજી, કાચી ચિઠ્ઠી વ્યવહારને પ્રોત્સાહન…!!!

6 મહિના પહેલા થયેલી દુર્ઘટના છતાં નીયમોની ઐસી કી તૈસી કરતા વેપારીઓ પર અધિકારીઓની ચૂપકિદી..!!!

ચિઠ્ઠી વ્યવહાર કરી સરકારને લાખોનો ચુનો ચોપડી દીધો…!!!

પૈસા પૂરા લેવાના.. બિલ પર નામ, નંબર કે આઈટમ લખવાનું ટાળતો વેપારી

દિવાળીનો સમય ચાલી રહ્યો છે ત્યારે હાલ ફટાકડાનું વેચાણ પણ પુરજોશમાં વધી રહ્યું છે. અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક છ મહિના પહેલા ફટાકડાના ગોડાઉમાં બનેલી ઘટનાના શાહી હજુ સુકાઈ નથી ત્યાં તો નિયમ કરતા વધારે જથ્થો હોવાની રાવ હજીરા વિસ્તારમાં આવેલ રામદેવ મેઘા માર્ટ ફટાકડા શો રૂમ માં ઉઠવા પામી છે, એક જાગૃત નાગરિકે આ અંગે કલેક્ટરમાં અરજી કરી હોવાની પણ વિગતો મળી છે. તો બીજી બાજુ ફટાકડાના દુકાનદાર કાચી ચિઠ્ઠી વ્યહાર કરીને સરકારને લાખોનો ચુનો ચોપડતા હોય તેવું સ્પષ્ટ લાગે છે. એક ગ્રાહક ફટાકડા ખરીદવા માટે ગયા હતા તો વેપારીએ ચિઠ્ઠીમાં ન કોઈ નામ લખ્યું છે કે, ન કોઈ ઈનવોઈસ નંબર એટલું જ નહીં અહીં કોઈ જ આઇટમનો ઉલ્લેખ કર્યો નથી.

દુકાનમાં ફટાકડાનો જથ્થો નિયમ કરતા વધારે હોવાની રાવ પણ ઉઠવા પામી હતી, કલેક્ટર કચેરી ખાતે અરજી થવા છતાં પણ હજુ સુધી તપાસના નામે કંઈ જ ન થતાં હવે તંત્રની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા છે. લાલપુર કંપા નજીક બનેલી ઘટના સર્જાય તો જવાબદારી કોની ? શું તંત્ર જવાબદારી લેશે કે નહીં ? એટલું જ નહીં ચિઠ્ઠી વ્યવહારને લઇને હવે જી.એસ.ટી. વિભાગ શું કાર્યવાહી કરે છે તે જોવું રહ્યું.

[wptube id="1252022"]
Back to top button