GUJARATNAVSARI

નવસારી જિલ્લામાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના ત્રણ રથ મારફતે સરકારની વિવિધ યોજનાઓની માહિતી અપાશે

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
કેન્દ્ર સરકારના પી.એમ.એસ.એસ.વાયના ડાયરેક્ટરશ્રી નરેન્દ્ર ઓઝાના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”ના આયોજન અંગેની સમીક્ષા બેઠક યોજાઈ હતી.

“વિકસિત ભારત સંકલ્પ યાત્રા”તા. ૨૨ નવેમ્બરથી શરૂ થઈ તા. ૨૩ જાન્યુ. ૨૦૨૪ સુધી નવસારી જિલ્લાના તમામ ગામડાઓમાં ભ્રમણ કરશે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃત્તિ અર્થે નવસારી જિલ્લામાં અનુક્રમે નવસારી તાલુકાના અરસાણ , ગણદેવી તાલુકાના સાલેજ અને ખેરગામ તાલુકાના વાવા ગામે થી “વિકસિત ભારત સંકલ્પ યાત્રા”નો તા.૨૨ નવેમ્બરથી શુભારંભ થનાર છે, જે સંદર્ભે કેન્દ્ર સરકારના પી.એમ.એસ.એસ.વાય વિભાગના ડાયરેક્ટર અને ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના નવસારી જિલ્લાના પ્રભારીશ્રી નાગેન્દ્ર  ઓઝાના અધ્યક્ષસ્થાને યાત્રાની સમીક્ષા બેઠક મળી હતી.
બેઠકમાં જિલ્લા પ્રભારી નાગેન્દ્ર ઓઝાએ, કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભો પ્રજા સુધી પહોંચે અને જનજાગૃત્તિ કેળવાય તે માટે જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ બનાવાયેલી અમલીકરણ સમિતિના અધિકારીશ્રીઓને કામગીરી અંગે માર્ગદર્શન આપી જરૂરી સૂચનો કર્યા હતા. વધુમાં તેમણે આઈટી પોર્ટલ ઉપર ડેટા અપલોડ કરવા, મેનપાવર, વાનનું વિતરણ, રૂટ પ્લાન, નોડલ ઓફિસરોની નિમણૂક, યાત્રા ગામમાં પહોંચે ત્યારે કાર્યક્રમના આયોજન માટે સ્ટાફની ફાળવણી સહિતની વિગતો ચકાસી હતી.
નવસારી જિલ્લા વિકાસ અધિકારી અને ઈ.ચા કલેકટરશ્રી પુષ્પ્લતાએ વિકસિત ભારત રથ યાત્રા”ની રૂપરેખા આપતા જણાવ્યું હતું કે આ રથના સ્થાનિક કક્ષાએ થનારા સ્વાગત દરમ્યાન સરકારની યોજનાનું સાહિત્ય વિતરણ કરાશે.તેમજ સરકારશ્રીની વિવિધ યોજનાઓના લભાર્થીઓને યોજનાનો લાભ મળી રહે તે બાબતને સુનિશ્ચિત કરવામાં આવશે વિકસિત યાત્રા અન્વયેની પ્રારંભિક ફિલ્મ પ્રસારિત કર્યા બાદ વડાપ્રધાનશ્રીનો સંદેશ અને સંકલ્પ અંગેનો વિડિયો પ્રસારિત કરાશે.’મેરી કહાની મેરી જુબાની”ના લાભાર્થીઓની સાફલ્યગાથાનું પ્રસારણ સાથે સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવશે. વધુમાં કાર્યક્રમની વિસ્તૃત રૂપરેખા  પ્રેઝન્ટેશન આપી જિલ્લા પ્રભારીશ્રીને માહિતગાર કર્યા હતા.
આ યાત્રા દરમ્યાન યોજનાકીય ક્વિઝ, મહિલા લાભાર્થીઓને પ્રમાણપત્ર આપવાની કામગીરી, તેમજ સ્થળ પર જ આરોગ્ય શિબિરો (ટીબી સ્ક્રીનીંગ, આદિવાસી વિસ્તારોમાં સિકલ સેલ એનિમિયા સ્ક્રીનીંગ), પી.એમ. ઉજ્જવલા નવી નોંધણી અંગેની ખરાઇ કરવામાં આવશે.
આ યાત્રાનો હેતુ સફળતાપૂર્વક સાર્થક થાય તે માટે જિલ્લા પ્રભારી નાગેન્દ્ર ઓઝાએ જે અધિકારી કે કર્મચારીઓને કામગીરી ફાળવવામાં આવી હોય તેમના નામ પ્રમાણે ડ્યુટી વાઈઝ ઓર્ડર કરવા સૂચન કર્યુ હતું. આ સિવાય વિવિધ ખાતાઓને ‘મેરી કહાની, મેરી જુબાની’ હેઠળ સક્સેસ સ્ટોરી માટે માર્ગદર્શન આપ્યું હતું. આ યાત્રા દરમિયાન ગામડાઓમાં યોજાનારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તે ખૂબ મહત્વનું જણાવી તે મુજબ કામગીરી કરવા જણાવ્યું હતું.
બેઠકમાં નવસારી પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ ,પ્રાયોજના વહિવટદારશ્રી આન્નદુ સુરેશ , નવસારી અધિક કલેકટરશ્રી કેતન જોષી , જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી એમ.એસ.ગઢવી , નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ચાવડા,સહિતના વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

[wptube id="1252022"]
Back to top button