
તા.૯/૧૧/૨૦૨૩
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત આવતીકાલે તા. ૧૦ નવેમ્બરના રોજ સવારે ૮:૦૦ કલાકે હેમુ ગઢવી હોલ, રાજકોટ ખાતે મંત્રીશ્રીઓ, સાંસદો, ધારાસભ્યો વગેરેની ઉપસ્થિતિમા મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે વર્ચ્યુઅલી નવા પાંચ ભોજન કેન્દ્રોનું લોકાર્પણ કરવામાં આવશે. જેમાં રાજકોટ ખાતે (૧) મોરબી જૂનું જકાત નાકુ, (૨) કબીર રોડ, ધરાર શાક માર્કેટ, (૩) પરસાણાનગર, (૪) રામાપીર ચોકડી તથા (૫) જુના બસ સ્ટેન્ડ, જસદણ ખાતેના શ્રમિક અન્નપૂર્ણા ભોજન કેન્દ્રોનો સમાવેશ થાય છે. હેમુ ગઢવી હોલ ખાતેથી મુખ્યમંત્રીશ્રીના કાર્યક્રમનું લાઈવ પ્રસારણ દર્શાવવામાં આવશે તેની નોંધ લેવા જિલ્લા નિરીક્ષક શ્રી, ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ, રાજકોટની યાદીમાં છે.

[wptube id="1252022"]








