
26 જાન્યુઆરી વાત્સલ્યમ્ દૈનિક સમાચાર પાલનપુર બનાસકાંઠા જિલ્લા બ્યુરો
25મી ડિસેમ્બરના રોજ તથાગત એકેડમી મુકામે બંધારણ પર ક્વિઝ કોમ્પિટિશનનું આયોજન થયું હતું. જેમાં જિલ્લાની ઉચ્ચતર માધ્યમિક વિભાગની શાળાઓ, આર્ટસ-કોમર્સ કોલેજો, બી.એડ કોલેજો, લો કોલેજોએ ભાગ લીધો હતો. એકેડમીના વાહક એવા પ્રો. મિલિન્દ વિશ્વાસ દ્વારા બંધારણ વિષય પર ક્વિઝ માટેની પ્રશ્નોતરી કરવામાં આવી હતી. જેમાં કુલ સાત ટીમો વચ્ચે સ્પર્ધા થઇ હતી. સ્પર્ધામાં કુલ ચાર રાઉન્ડ રાખવામાં આવ્યા હતા. જેમાં કર્ણાવત સ્કૂલની ટીમ ચેમ્પિયન બની હતી. તેના સ્પર્ધકો જોષી કિંજલ બાબુભાઈ અને પરમાર ક્રિષ્ન ભીખાભાઈને 800/- રૂપિયાના પુસ્તકો અને 500/- રૂપિયા રોકડ સ્વરૂપે ઇનામ પ્રાપ્ત થયું હતું. સ્પર્ધામાં ભાગ લઈને સફળતા મેળવવા બદલ શાળાના આચાર્યશ્રી ભરતભાઈ જગાણીયા અને સંસ્થાના પ્રમુખ શ્રી ઇશ્વરભાઈ કર્ણાવત દ્વારા સ્પર્ધકો અને તેમના માર્ગદર્શકશ્રી ઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.