
પ્રિમોન્સૂન કામગીરીને લઈ ગ્રામપંચાયત દ્વારા પાણી નિકાલની વ્યવસ્થા ન કરતા વરસાદી પાણી ભરાયા.
વાત્સલ્યમ્ સમાચાર
અંબાલાલ પટેલ – ચીખલી
ઉનાઈ: વાંસદા તાલુકાના ખંભાલિયા ગામે ગ્રામપંચાયતની બેદરકારી સામે આવી રહી છે ચોમાસા પહેલા પ્રિમોન્સૂન કામગીરીને લઈ ખંભાલિયા ગ્રામપંચાયત દ્વારા હાઈસ્કૂલ ફળિયામાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન કરતા હાઈસ્કૂલ ફળિયાનમાં રેલવે ફાટક પાસે રહીશોના ઘરોની પાછળના ભાગે વરસાદી પાણીનો ભરાવો થવા પામ્યો હતો જેને લઈ હાલમાં વરસાદે વિરામ લેતા તળાવ જેવી સ્થિતિ જોવા મળી રહી છે પ્રિમોન્સૂન કામગીરીના ભાગરૂપે ખંભાલિયા ગ્રામપંચાયતની ગંભીર બેદરકારીને કારણે તાપ પડતા મચ્છરોનો ઉપદ્રવ વધવાની સાથે રોગચાળો ફેલાવવાની દહેશત ગ્રામજનોમાં વ્યાપી હોવાનું જાણવા મળી રહ્યું છે તેમજ વરસાદે વિરામ લેતાં ખંભાલિયા ગામે ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે તેમજ દર મંગળવારે ગામા લાગતા હાટ બજારની જગ્યાએ ઠેર ઠેર પૂષ્કાળ પ્રમાણમાં શાકભાજીના ઢગ નો કચરો હોવા છતાં ગ્રામપંચાયત દ્વારા સફાઈના નામે મીંડું જોવા મળી રહ્યું છે જેને કારણે સ્વચ્છ ભારત મિશનના લિરેલિરા ઉડતા જોવા મળી રહ્યા છે ગ્રામજનોના જણાવ્યા પ્રમાણે દર વર્ષે ચોમાસાની શરૂવાતે ગ્રામપંચાયત દ્વારા ગામના દરેક રસ્તાઓમાં કાદવ કીચડ થવાને લઈ પ્રિમોન્સૂન કામગીરી બાબતે રસ્તાઓમાં ગ્રાવલ નાખવામાં આવતું હોય છે જે આ વર્ષે ગ્રામપંચાયત દ્વારા ગ્રાવલ નાખવાની કામગીરી ન કરતા ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે ખંભાલિયા ગ્રામપંચાયતની નબળી કામગીરીને લઈ ગ્રામજનોમાં ઉકડતો ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે ખંભાલિયા
ગ્રામપંચાયત દ્વારા યોગ્ય કામગીરી કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે આવનાર દિવસોમાં ગમના આગેવાનો દ્વારા ઉચ્ચસ્તરીય રજુવાત કરવામાં આવશે એવી ગ્રામજનો દ્વારા ચીમકી ઉચ્ચારવામા આવી હતી.






