NAVSARIVANSADA

નવસારી: વાંસદાના મોળાઆંબા અને ખાટાઆંબા ગામે પ્રજાનાં પ્રશ્નોની રજુઆત કાર્યક્રમ ચંદુભાઈ જાદવની અધ્યક્ષતામાં યોજયો

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ નવસારી

નવસારી જિલ્લા પંચાયત સભ્ય ચંદુભાઈ જાદવ ના પ્રમુખ સ્થાને ગ્રામ્ય વિસ્તારોના અગત્ય પ્રશ્નોની રજૂઆત કાર્યક્રમ વાંસદા તાલુકાનાં ઊંડાણ વિસ્તારના ગામો એવા ખાટાઆંબા અને મોળાઆંબા ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં વાંસદા તાલુકા પંચાયત ઉપપ્રમુખ દશરથભાઈ ભોંયે અને તાલુકા પંચાયત ચોંઢા ના સભ્ય તરુણભાઈ ગાવીત અને જિલ્લાના ડોક્ટર લોચન શાસ્ત્રી તેમજ નવસારી જિલ્લા ભાજપ કિસાન મોરચાના ઉપપ્રમુખ ભુપેન્દ્ર પટેલ. મોહનભાઈ માસ્તર તથા સરપંચ રોહિતભાઈ ગવળી. સરપંચ શ્રી દિગ્વિજય દેવરામ ભગરીયા લાલજીભાઈ . વેલજીભાઈ પરસોતભાઈ તથા મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા
આ કાર્યક્રમમાં પ્રજાને લગતા પ્રાણ પ્રશ્નો જેવા કે રસ્તા પીલવા ડુંગરને પ્રવાસન સ્થળ માટેનો 6 km નો રસ્તો . ચોંઢા ગામેપાણીની ટાંકી. નીચલા ફળિયામાં ડેરીઅને મકાનની મંજૂરી બાબત તેમજ મોલાંઆ બા મુખ્ય રસ્તાથી સ્મશાન ભૂમિ થઈ ચોરવ ણી ગામને જોડતો રસ્તો દોઢ કિલોમીટર તથા મોડા અંબા મુખ્ય રસ્તાથી કેડી પાણી થઈ કણધા ગામને જોડતો રસ્તો બે કિલોમીટર તથા ખાટા આંબા ગામે બેસવા માટે બાંકડા મુકવા તથા અન્ય પ્રશ્નો ની રજૂઆત ભાજપની મિટિંગમાં રજૂ કરવામાં આવેલ હતા જેમાં ચંદુભાઈ જાદવ અને દશરથભાઈ ભોયે અને તરુણભાઈ ગાવીત દ્વારા ઉપરોક્ત પ્રશ્નોને વાંચા આપવા ખાતરી આપી હતી
આ કાર્યક્રમમાં ખાઠા અંબાના લાલજીભાઈ તથા વેલજીભાઈ તથા પરસોતભાઈ તેમજ ગામના અગ્રણીઓ અને ચોરવણી ગામના સરપંચ દિગ્વિજય ભગરિયા
મોલા આંબા ગામના સરપંચ રોહિતભાઈ ગવળી તથા કિશનભાઇ છ ગનીયાતથા અગ્રણીઓ હાજર રહ્યા હતા
અંતમાં ચંદુભાઈ જાદવ એ જણાવેલ કે ભાજપના રાજમાં વિકાસના કામો મોટા પ્રમાણમાં થયા છે તે પ્રજાને દેખાય છે સાથે જણાવેલ કે તારીખ 7 4 2023 ના રોજ નવસારી બીઆર ફાર્મ ખાતે સવારે 9:00 કલાકે પ્રદેશ ભાજપ પ્રમુખ શ્રી સી આર પાટીલ સાહેબ તથા પ્રદેશના મહાનુભવોની હાજરીમાં બુથ સશક્તિકરણ અંગેની મીટીંગ રાખવામાં આવેલ છે તેમાં મોટી સંખ્યામાં કાર્યકરો જોડાઈ તેવી ઈચ્છા વ્યક્ત કરવામાં આવી હતી
આવતીકાલે તારીખ 6 4 2023 ના રોજ સવારે 8:30 કલાકે વાંસદા તાલુકા ભાજપ કાર્યાલય ખાતે ભાજપ પ્રદેશ ઉપપ્રમુખ શ્રી ગોરધનભાઈ ઝડફિયા ના હસ્તે ભાજપ સ્થાપના દિનનો ધ્વજ લહેરવામાં આવશે

ઉપરોક્ત મહત્વના કાર્યક્રમ હોવાથી મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહે અને મહાનુભવો દ્વારા પ્રજાકીય પ્રાણ પ્રશ્નો ના સૂચનો રજૂ કરે તે સૂચનોનું છેવાડાના માનવી ને સમજ આપવા જણાવ્યું હતું.

[wptube id="1252022"]
Back to top button