BHARUCHBHARUCH CITY / TALUKO
વાલીઆ ના ડહેલી હાઈસ્કૂલના તેમજ રુદ્રપુરી સહકારી મંડળીના પૂર્વ પ્રમુખ, રાજપુત સમાજ ના અગ્રણી એવા ધીરજસિંહ બોરસીયાનુ અવસાન.

વાલીઆ તાલુકાના રાજપુત સમાજ ના તેમજ ખેડુત અને સહકારી ક્ષેત્ર ના અગ્રણીનુ દુ : ખદ અવસાન.
ડહેલી ગામના વતની નિવૃત તલાટી કમ મંત્રી, રુદ્રપુરી સેવા સહકારી મંડળીમા પંદર વર્ષ સુધી પ્રમુખ તરીકે સેવા આપનાર તેમજ શારદા વિદ્યા મંદિર ડહેલી હાઇસ્કુલમા વીસ વર્ષ સુધી પ્રમુખ તરીકેની સેવા આપનાર, વાલીઆ પ્રભાત સહકારી જીન ના ડિરેક્ટર તેમજ અન્ય સહકારી સંસ્થાઓ સાથે સંકળાએલા, વાલીઆ તાલુકા રાજપુત સમાજ ના અગ્રણી એવા ધીરજસિંહ ઉફે ધીરુદાદા બેચરસિહ બોરસીયાનુ તા,૨૨-૦૫-૨૦૨૩ના રોજ ૮૯ વર્ષ ની ઉંમરે દુ:ખદ અવસાન થતા ડહેલી ગામ સહિત સમસ્ત રાજપુત સમાજ મા ધેરાશોક ની લાગણી ફરીવળી છે. સ્વ નુ બેસણુ તા,૨૮-૦૫-૨૦૨૩ ના તેઓના નિવાસસ્થાન ડહેલી મુકામે રાખેલ છે.
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
[wptube id="1252022"]