AHAVADANG

ડાંગમાં 97મી “સમન્વયગોષ્ઠિ”ભદરપાડા ગુરૂકુળ ખાતે 5 મીએ યોજાશે..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ

ડાંગ જિલ્લાના વધઈ તાલુકાના ભદરપાડાની શૈક્ષણિક સંસ્થામાં સ્વ. શ્રી પી. એમ. પરમાર પ્રેરીત ને પુર્વ સંયોજક નર્મદભાઈ ત્રિવેદી તથા શ્રી પ્રતાપભાઈ ત્રિવેદી મુખ્ય સંયોજક સંચાલિત શિક્ષણ સંવર્ધન અભિયાન “સમન્વય” ગુજરાત રાજ્ય આયોજિત 97મી “સમન્વયગોષ્ઠિ” કાર્યક્રમ તા. 5- 6 -7 શુક્ર – શનિ – રવિ- મેં 23- સ્થળ- ગુરુકુળ વિદ્યામંદિર ભદરપાડા ખાતે આયોજન કરવામાં આવેલ છે.આ કાર્યક્રમમાં  ગુજરાત ભરના કેળવણીકાર, શિક્ષણજગતના તજજ્ઞ, ડોક્ટર  ટ્રસ્ટીઓ, સંચાલકો, શિક્ષણ ક્ષેત્ર નવી કેડી કંડારનાર શિક્ષકો, આચાર્ય ભાગ લઈ રહ્યા છે. આ તમામ સ્વ ખર્ચ, રાજા મુકી ને  ટી.એ.ડી.એ. કે પ્રમાણપત્રની અપેક્ષા વગર, કોઈપણ જાતના ફંડ ફળા વગર ભાગ લેતા રહ્યા છે.

તા. 6 મે 2023 શનિવારના રોજ 8:30 થી 10:30 દરમિયાન સમન્વય ગીત સાથે ઉદ્ઘાટનમાં ડાંગ જિલ્લા શિક્ષણાધિકારી વિજય દેશમુખ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી નરેન્દ્ર એચ.ઠાકરે, ડો. બી.એમ. રાઉત, પ્રાચાર્ય જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન વધઈ, તથા સંસ્થા સ્થાપક અને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા નિવૃત્ત શ્રીજાનુભાઈ એસ. પટેલના ઉપસ્થિતિમાં ઉદ્ઘાટન સમારંભ યોજાશે.
આ ત્રિદિવસીય સમન્વય ગોષ્ઠિમાં 12 થી વધુ મહાનુભવોના વક્તવ્ય થશે. જેમાં કટાર લેખકશ્રી જયભાઈ વશી, બીલીમોરા, ગુરૂકુળ- ઋષિકેશના યોગમાં પીએચડી થયેલ ડો.સ્વામી અરુણાનંદ મુનિ (હાલ ડાંગમાં આશ્રમવાશી), ડો. અમીન યાજ્ઞિક, સુરત, ડો. બી. એમ. શેલડિયા. સુરતના  તરુણાબેન વાનાણી, હેતલબેન ત્રિવેદી, રાજેશભાઈ ભંડારી, તથા ગાંધીનગરના શ્રી પ્રકાશ ભટ્ટી, ડો. કુણાલ પંચાલ અને ડો. નીરજ રાજ્યગુરુ  તથા નવી દિલ્હીના આકાશવાણીના વડાશ્રી દિપક ધોળકિયા અને દિલ્હી નેશનલ બુક ટ્રસ્ટ ઈન્ડિયાના એડિટર ને પ્રકાશક અધિકારી શ્રીભગ્યેન્દ્ર પટેલ વગેરે મહાનુભવોના વક્તવ્ય રજુ થશે.
આ 97મી સમન્વય ગોષ્ઠિ ગુરુકુળ વિદ્યા સંકુલ, ભદરપાડાના આચાર્ય સંધના પ્રમુખશ્રી કિશોરભાઈ પટેલના યજમાન પદે યોજનાર છે.

[wptube id="1252022"]
Back to top button