
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
આદ્યશક્તિ જગતજનની માં અંબાના પવિત્ર પર્વ નવરાત્રિ, ડાંગ જિલ્લાના મુખ્ય મથક આહવા સ્થિત પોલીસ હેડ ક્વાર્ટર ખાતે તા. 15 ઓક્ટોબર થી 23 ઓક્ટોબર સુધી સાર્વજનિક નવરાત્રી મહોત્સવનુ આયોજન કરવામા આવ્યું છે.
નવરાત્રિ મહોત્સવની સાથે સાથે, ડાંગ જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાની અધ્યક્ષતામા ડાંગ જિલ્લા પોલીસ પરીવાર દ્વારા સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત, સામાજીક સદભાવના અને લોકજાગૃતિ માટે, વિવધ સરકારી વિભાગોના સહયોગથી વિશેષ કાર્યક્રમોનુ આયોજન પણ કરવામા આવેલ છે.
આહવા ખાતે આયોજિત સાર્વજનિક નવરાત્રિ મહોત્સવમા ઘરેલુ હિંસા અટકાવવા મહિલા જાગૃતિ કાર્યક્રમ, મતદાન જાગૃતિ અભિયાન, બાળકોનુ જાતીય શોષણ અટકાવવા જાગૃતિ કાર્યક્રમ, ડાંગ જિલ્લાના પ્રવાસીઓની સલામતી તેમજ ડાકણ પ્રથા નેસ્તનાબુદ કરવા માટે કાર્યક્રમ, નશામુક્તિ કાર્યક્રમ, ટ્રાફિક જાગૃતિ કાર્યક્રમ, સાઇબર ક્રાઇમ અટકાવવા માટે જાગૃતિ કાર્યક્રમ, યુવક અને યુવતિઓ માટે રોજગારલક્ષી કાર્યક્રમ, આદિવાસી સંસ્કૃતિના જતન માટેના ક્રાયક્રમો, તથા સ્વચ્છતાના જનજાગૃતિ કાર્યક્રમો યોજવામા આવનાર છે. જેનો નગરજનોને લાભ લેવા જણાવાયું છે.









