
તા.૧૩.૦૧.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ 
Dahod:દાહોદ જિલ્લા સહકારી સંઘ દ્વારા દૂધ મંડળીઓ નો લીડરશીપ ડેવલપમેન્ટ તાલીમ વર્ગ યોજાયો
દાહોદ જિલ્લા સહકારી સંઘ તેમજ ગુજરાત રાજ્ય સહકારી સંઘ અમદાવાદની સહકારી શિક્ષણ તાલીમ યોજના અનુસાર જિલ્લા સહકારી સંઘ દ્વારા દૂધ મંડળીઓનો લીડરશીપ ડેવલપમેન્ટ તાલીમ વર્ગ માજી ધારાસભ્ય બચુભાઈ કિશોરીના અધ્યક્ષ સ્થાને ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના સભાખંડમાં યોજવામાં આવ્યો હતો જેમાં સ્વાગત પ્રવચન સંઘના સી ઈ આઇ કે એમ ડામોરએ કરી હતી પ્રવચનમાં સંઘના ચેરમેન કલસિંહ ભાઈ મેડાએ દૂધ મંડળનો વહીવટ કેવો હોવો જોઈએ દૂધ મંડળીઓ સારી કામગીરી કરે તેવી હાકલ કરી હતી આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી માજી ધારાસભ્ય બચુભાઈ કિશોરીએ સંઘની કામગીરીને બિરદાવી હતી સંઘ આવા તાલીમ વર્ગો અવારનવાર યોજાતા રહે તેવું જણાવ્યું હતું આ પ્રસંગે ગુજરાત રાજ્ય સહકારી સંઘના માનદ મંત્રી હર્ષદભાઈ શાહે સહકારી કાયદો કાનૂન વહીવટી બાબતો તેમજ દૂધ મંડળીઓને સ્પર્શતા અન્ય કાયદાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી મહીસાગર સંઘના મોતીભાઈ પગી એ દૂધ મંડળીઓ કોમ્પ્યુટરાઈઝેશન અ ધતન ટેકનોલોજી મેનેજમેન્ટ તથા સંચાલક મંડળની ફરજો જવાબદારી ઓ તથા સત્તાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ પ્રસંગે કાર્યક્રમનું સંચાલન તથા આભાર વિધિ સંઘના ડિરેક્ટર સાબિર શેખે કરી હતી આ પ્રસંગ સંઘનાં મહીલા સી ઈ આઇ સુશીલાબેન મેડા દૂધ ડેરીના ડિરેક્ટર દાહોદ તથા ગરબાડા ના સડીયભાઈ તથા ચંદુભાઈ ડેરીના માજી ડિરેક્ટર કાળુભાઈ નગોતા દૂધ મંડળીઓના ચેરમેન સેક્રેટરીઓ સહકારી આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા









