NATIONAL

સુપ્રીમ કોર્ટે UAPA કેસમાં News Click એડિટર-ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડને ગેરકાયદેસર ગણાવી

સુપ્રીમે News Click એડિટરને મુક્ત કરવાનો આપ્યો આદેશ

સુપ્રીમ કોર્ટે બુધવારે (15 મે) ના રોજ UAPA કેસમાં News Click એડિટર-ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડને ગેરકાયદેસર ગણાવી હતી. તેમજ કોર્ટે પ્રબીર પુરકાયસ્થને મુક્ત કરવાનો આદેશ કર્યો છે. દિલ્હી પોલીસે ન્યૂઝ ક્લિકમાં પુરકાયસ્થની ચીનના ફંડિંગથી ભારત વિરોધી ગતિવિધિઓના આરોપમાં ધરપકડ કરી હતી. ત્યારથી તે જેલમાં બંધ હતા. પુરકાયસ્થે દિલ્હી પોલીસ દ્વારા તેમની ધરપકડ તેમજ રિમાન્ડને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યા હતા.

સુપ્રીમ કોર્ટે News Click એડિટર-ઇન-ચીફ પ્રબીર પુરકાયસ્થની ધરપકડ અને રિમાન્ડને અમાન્ય કરી દીધી, જેમની ગયા વર્ષે UAPA હેઠળ દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. UAPA કેસમાં દિલ્હી પોલીસ દ્વારા કરાયેલી ધરપકડને પડકારતી પ્રબીર પુરકાયસ્થની અરજી પર સુનાવણી કર્યા બાદ જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની ખંડપીઠે કહ્યું કે દિલ્હી પોલીસ દ્વારા રિમાન્ડની નકલ આપવામાં આવી નથી. એનાથી ધરપકડના આધાર પર અસર પડી છે. તેથી અમે પ્રબીર પુરકાયસ્થની ધરપકડ રદ કરીએ છીએ. જામીનના બોન્ડ રજૂ કર્યા પછી, તેને ટ્રાયલ કોર્ટની સંતુષ્ટીના આધારે મુક્ત કરવામાં આવશે.

સુપ્રીમ કોર્ટે સ્વીકાર્યું કે, 4 ઓક્ટોબર, 2023 ના રોજ રિમાન્ડ ઓર્ડર જારી કરવામાં આવ્યો તે પહેલાં પુરકાયસ્થ અને તેમના વકીલને રિમાન્ડ અરજીની નકલ આપવામાં આવી ન હતી. મતલબ કે ધરપકડનું કારણ તેમને લેખિતમાં જણાવવામાં આવ્યું ન હતું.

સુપ્રીમ કોર્ટે પુરકાયસ્થની ધરપકડ અને રિમાન્ડને કાયદાની નજરમાં ગેરકાયદેસર ગણાવીને તેમની મુક્તિનો આદેશ આપ્યો હતો. જો કે, કોર્ટે તેમના આદેશમાં જણાવ્યું હતું કે આ કેસમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, તેથી તેની મુક્તિ ટ્રાયલ કોર્ટના સંતોષ માટે જામીન અને બોન્ડ રજૂ કરવા પર નિર્ભર રહેશે. સુપ્રીમ કોર્ટમાં જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાએ 30 એપ્રિલે આ કેસની સુનાવણી પૂરી કરી હતી. પુરકાયસ્થ ગયા વર્ષે 3 ઓક્ટોબરથી UAPA હેઠળ જેલમાં હતા. કપિલ સિબ્બલે કોર્ટમાં પુરકાયસ્થ વતી દલીલો રજૂ કરી હતી.

દિલ્હી પોલીસની એફઆઈઆર અનુસાર, ભારતની સાર્વભૌમત્વને ખલેલ પહોંચાડવા અને દેશ વિરુદ્ધ અસંતોષ પેદા કરવા માટે ન્યૂઝ પોર્ટલને ચીન તરફથી મોટી રકમ મળી હતી. પુરકાયસ્થે લોકસભા ચૂંટણી દરમિયાન ચૂંટણી પ્રક્રિયાને બાધિત કરવા એક સમૂહ-પીપલ્સ એલાયન્સ ફોર ડેમોક્રેસી એન્ડ સેક્યુલરિઝમ (PADS) સાથે મળીને કાવતરું ઘડ્યું હતું.

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button