GUJARATJUNAGADHKESHOD

કેશોદ નાં જૂના પ્લોટ માં આવેલ સ્વામનારાયણ મંદિરમાં પાટોત્સવ ઉજવાયો

કેશોદ નાં જૂના પ્લોટ માં આવેલ સ્વામનારાયણ મંદિરમાં પાટોત્સવ ઉજવાયો

સર્વ અવતારી ભગવાન શ્રી સ્વામિારાયણ તથા પરમ પુજ્ય 1008 આચાર્ય અજેન્દ્ર પ્રસાદજી મહારાજ તથા પરમ પુજ્ય 108ભાવી આચાર્ય શ્રી નૃગેન્દ્રપ્રસાદજી નાં રૂડા આશીર્વાદ થી કેશોદ સ્વામિનારયણ મંદિરમાં બિરાજતા શ્રી ઘનશ્યામ મહારાજનો 36 મો વાર્ષિક પાટોત્સવ આજરોજ ધામધુમ થી ઊજવવામાં આવ્યો હતો સવારના મંગળા આરતી નાં દર્શન રાખવામાં આવેલ હતાં જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા ત્યાર બાદ ભગવાન ઘનશ્યામ મહારાજ નો અભિષેક દૂધ, પંચામૃત, મધ વગેરે દ્વારા કરવામાં આવેલા ત્યાર બાદ ધૂન – ભજન – કિર્તન રાખવામાં આવેલ બપોર બાર વાગે અન્નકૂટ દર્શન જેમાં ભગવનને 56 ભોગ ધરવામાં આવ્યા હતાં ત્યાર બાદ મહા આરતી મહિલા મંદિર તેમજ મુખ્ય મંદિર માં રાખવામાં આવેલ જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો બહેનો તથા ભાઇઓ એ દર્શન નો લાભ લીધો હતો મહા આરતી બાદ મોટી સંખ્યામાં હરિભક્તો તેમજ અન્ય ભકતો એ મહા પ્રસાદ લીધો હતો પૂજારી ચંદુભાઈ ગોટેચા તથા પ્રમુખ શાંતિભાઈ પોપટ નાં જણાવ્યા મુજબ દરવર્ષે ભગવાન સ્વામિનારાયણ નો પાટોત્સવ ધામ ધૂમથી ઉજવી કરવામાં આવે છે અને હવે પછીનો 37 મો પાટોત્સવ પણ ખુબજ ધામ ધૂમથી ઉજવાશે  જ્યારે 17 તારીખે લોહાણા મહાજન વાડી માં રાખેલ શાકોત્સવ માં બધા હરિભક્તો ને પધારવા ખાસ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે

રિપોર્ટ : અનિરૂધ્ધસિંહ બાબરિયા – કેશોદ

 

 

 

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button