DANGGUJARAT

DANG:જાહેર અપીલ અધિકારીએ આર.ટી.આઈની વિગતો આપવામાં આડોડાઈ કરતા ઉચ્ચ કક્ષાએ રજુઆતની તજવીજ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળી.લી. આહવાની એક જાગૃત નાગરિક દ્વારા આર.ટી.આઈ એક્ટ હેઠળ માહિતી માંગવામાં આવતા પ્રથમ અપીલની સુનાવણીમાં જ જાહેર અપીલ અધિકારીએ છટકબારી શોધી મંડળી ત્રાહિત હોવાનું જણાવી અરજદારને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા અરજદાર દ્વારા ઉપલીકક્ષાએ અપીલ કરવાની તજવીજ હાથ ધરી…    પ્રાપ્ત વિગતો અનુસાર ડાંગ જિલ્લાનાં એક જાગૃત નાગરિક દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ તા.23-10-2023નાં રોજ જાહેર માહિતી અધિકારી,મદદનીશ નિયામક ,જિલ્લા ઉધોગ કેન્દ્ર, જૂની કલેક્ટર કચેરી તા.આહવા ડાંગનાઓ પાસે ડાંગ જિલ્લાની આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળી લી.આહવાનાં મુદા. ન.1 થી 6માં આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળી લી. આહવા ડાંગનો નોંધણીનો દાખલો,મંડળીમાં નોંધાયેલ આજદિન સુધીનાં આજીવન સભ્યો,પી.ટી.આર.સભ્યો તેમજ સભાસદોની યાદી,કારોબારીની યાદી,છેલ્લી વાર્ષિક સાધારણ સભા થયેલ હોય તેની કાર્યવાહી ની નોંધ,ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળી લી.આહવાની સને 2021-22 અને સને 2022-23નાં વર્ષમાં થયેલ ખર્ચની તમામ વિગતોનો ઓડિટ રિપોર્ટ,તથા વર્ષ-2022-23માં મંડળી દ્વારા કેટલા રકમની દવાઓની પ્રોડક્ટ બનાવી અને કેટલુ વેચાણ કરેલ છે જે અંગેની માહિતી માંગી હતી.જે સંદર્ભે જાહેર માહિતી અધિકારી અને મદદનીશ નિયામક ટ્રાયબલ કુટિર ઉધોગ ડાંગનાઓએ તા.21-11-2023નાં રોજ એક પત્ર દ્વારા મુદા.ન.1માં ડાંગ જિલ્લાની આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળી લી.આહવાનો નોંધણી નંબર-ઉ-7706 અને તા.31-03-1982 છે.તથા મુદા.ન 2 થી 6ની માહિતી મંડળીની અંગત હોય જેથી માહિતી આપવા સંમતિ દર્શાવેલ નહિ તેમ જણાવી અરજદાર જો માહિતીથી સંતુષ્ટ ન હોય તો 30 દિવસની અંદર અપીલ સત્તાધિકારીને અપીલ કરવા જણાવ્યુ હતુ.જે અંતર્ગત અરજદાર દ્વારા તા. 07-11-2023નાં રોજ અપીલ અધિકારી નાયબ ઉધોગ કમિશ્નર અને જનરલ મેનેજર જિલ્લા ઉધોગ કેન્દ્ર વલસાડને પ્રથમ અપીલ કરાઈ હતી.જે પ્રથમ અપીલની સુનાવણી તા.03-01-2024નાં રોજ સવારે 11.00 કલાકે મદદનીશ નિયામક ટ્રાયબલ કુટિર ઉધોગની કચેરી,ડાંગ આહવા ખાતે રાખવામાં આવેલ હતી.પરંતુ આ સુનાવણીમાં પ્રથમ અપીલ સતા અધિકારી અને નાયબ ઉધોગ કમિશ્નર અને જનરલ મેનેજર જિલ્લા ઉધોગ કેન્દ્ર વલસાડ-ડાંગ દ્વારા રૂબરૂ હાજર ન રહી વીડિયો કોન્ફરન્સ દ્વારા અરજદારને ડાંગ જિલ્લાની આયુર્વેદિક ફાર્મસી સહકારી મંડળી. લી. આહવા (ત્રાહિત)માં આવતી હોય જેથી  મુદા ન.1 થી 6 સુધીની માંગેલ માહિતી અમો આપી શકીશુ નહીનું જણાવી છટકબારી શોધી લઈ અરજદારને ગેરમાર્ગે દોરતા અહી અરજદારે નારાજ થઈ તુરંત જ એક અરજી આપી ઉપલી કક્ષાએ અપીલ કરવાની તજવીજ હાથ ધરાઈ છે.અત્રે નોંધનીય છે કે ડાંગ જિલ્લાનાં કુટિર ઉધોગમાં નોંધાયેલ ડાંગ જિલ્લા આયુર્વેદિક ફાર્મસી મંડળી.લી. આહવાનો કુટિર ઉધોગનાં કર્મચારીઓ પાસે કોઈ પણ રેકોર્ડ નથી.આ સહકારી મંડળી સરકાર પાસે પણ ગ્રાંટ મેળવે છે.ડાંગ જિલ્લાની આયુર્વેદિક ફાર્મસી મંડળી લી.આહવાનો કરોડોનો ભ્રષ્ટાચાર બહાર આવવાની બીકે હાલમાં મંડળીના હોદેદારો અને અધિકારીઓ સાંઠ ગાંઠ રચી અરજદારને માહિતી આપવાની આડોડાય કરતા અરજદાર દ્વારા ઉપલીકક્ષાએ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે…

[wptube id="1252022"]
Back to top button