
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, આહવા ખાતે તાજેતરમાં ‘જ્ઞાનધારા’ સમિતિ દ્વારા વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
આ સ્પર્ધામાં સપ્તધારા અને એસ.આર.સી. સમિતિના અધ્યક્ષશ્રી પ્રા.અજિત પટેલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે વિદ્યાર્થીઓને વક્તૃત્વ સ્પર્ધાના નિયમો વિશે સચોટ માહિતી આપી હતી. વક્તૃત્વ સ્પર્ધાના નિર્ણાયક તરીકે પ્રા.પરેશ લાલેયા, ડૉ. તેજસ વાઘેલા, અને પ્રા વિલાસિની પટેલે ભુમિકા ભજવી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડૉ.ભગિના પટેલે કર્યું હતું. કાર્યક્રમની વ્યવસ્થા ડો.મુકેશ ઠાકોર અને પ્રા.ઉમેશ હડસે કરી હતી. આ વક્તૃત્વ સ્પર્ધામાં કુલ ૧૭ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં પ્રથમ ક્રમે રાઉત રોશન (તૃતીય વર્ષ), દ્વિતીય ક્રમે શેખ મુસ્કાન (દ્વિતીય વર્ષ), અને દીક્ષિત કશિશ (પ્રથમ વર્ષ), જ્યારે તૃતીય ક્રમે બંગાળ અંજલિ (પ્રથમ વર્ષ) વિજેતા થયા હતા. એમ, સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, આહવાના આચાર્યશ્રી ડો. ઉત્તમ ગાંગુર્ડે એ જણાવ્યું હતું.





