BODELICHHOTA UDAIPURGUJARAT

જવાહર નવોદય વિદ્યાલયના નવા કાયમી સ્કૂલ કેમ્પસનું જમ્મુથી ઈ લોકાર્પણ કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી

સંખેડાના બહાદરપુર ખાતે ૨૨ એકરમા જે.એન.વી નું રૂ. ૩૬કરોડના ખર્ચે આધુનિક કેમ્પસ

છોટાઉદેપુર જિલ્લાને ૨૦૧૬માં ફાળવવામાં આવેલા આ વિદ્યાલયને અત્યાર સુધી અસ્થાયી ધોરણે કવાંટના કડીપાની ખાતે જીએમડીસીના મકાનમાં ચલાવવામાં આવતી હતી. પ્રથમ વર્ષે ૪૦ બાળકોના એડમીશનથી શરૂ થયેલી આ શાળાનું નવું મકાન ૨૦૨૦ માં મંજૂર કરવામાં આવ્યું હતું. આ શાળામાં કોમ્ય્પુટર લેબ, સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ, હોસ્ટેલ, કર્મચારીઓના નિવાસ, ૨ હજારની ક્ષમતા વાળો ખુલ્લો ઓડિટોરિયમ, સ્માર્ટ ક્લાસ, ડાઇનિંગ એરિયા જેવી આધુનિક સુવિધાઓ સજ્જ નવા કેમ્પસમાં બનાવવામાં આવી છે.

આજરોજ જમ્મુ ખાતે યોજાયેલા પીએમ વિકાસ પેકેજ કાર્યક્રમ અંતર્ગત અનેક શૈક્ષણિક સંસ્થાઓ, મેડિકલ કોલેજ, જમ્મુ અને કાશ્મીરમાં અન્ય માળખાકીય સુવિધાઓના શિલાન્યાસ અને લોકાર્પણ કાર્યક્રમ માન વડાપ્રધાનશ્રીના અધ્યક્ષસ્થાનેથી કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ૨૫ જવાહર નવોદય વિદ્યાલયોના ઈ લોકર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં છોટાઉદેપુર જિલ્લાની જવાહર નવોદયનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના સહયોગથી રૂ. ૩૬ કરોડના ખર્ચે માળખાકીય સુવિધાઓથી સજ્જ શાળાનું નિર્માણમાં કરવામાં આવ્યું છે.

આ પ્રસંગે સાંસદ શ્રીમતી ગીતાબહેનના વરદહસ્તે શાળાની તખ્તીનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પ્રાસંગિક ઉદબોધનમાં કરતા શ્રીમતી ગીતાબહેને જણાવ્યું હતું કે દેશમાં અનેક નવોદય વિદ્યાલય બનાવતા બાળકોને સારું શિક્ષણ મળશે, આજના બાળકો આવતી કાળનું ભવિષ્ય છે, માનનીય વડા પ્રધાનશ્રીની દીર્ધ દ્રષ્ટીને લીધે આપણા બાળકોને સારું ભણતર મળી રહ્યું છે . ૨૦૪૭ સુધીમાં આ બાળકો નાગરિકો બનીને વિકસિત રાષ્ટ્ર બનાવવા બનાવશે. વર્તમાન સરકાર આંતરિયાળ જિલ્લામાં આજની પેઢીના બાળકોને સુવિધાઓનો લાભ ઘેર આંગણે આપી રહી છે.

આ પ્રસંગે કલેકટર શ્રી અનિલ ધામેલીયા, ડીડીઓ શ્રી સચિન કુમાર, શિક્ષણાધિકારી શ્રી જે કે પરમાર, મામલતદાર સંખેડા, સરપંચ બહાદરપુર, આચાર્યશ્રી શેફાલી સિંઘ,વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, શિક્ષણગણ, વિદ્યાર્થીઓ,વાલીઓ, ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

રીપોર્ટર અંજુમ ખત્રી બોડેલી

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button