JETPURRAJKOT

વંચિતોના વિકાસ માટે સરકારની પ્રતિબદ્ધતા વિદેશ અભ્યાસ માટે રૂ. ૫૦.૫૫ લાખ અને ૬૧૧૮ વિદ્યાર્થીઓને સાયકલ સહિત રૂ. ૪૧૨૨ લાખની યોજનાનો લાભ મેળવતા લાભાર્થીઓ

તા.૨૨ ફેબ્રુઆરી

વાત્સલ્યમ્ સમાચાર

અમુ સિંગલ જેતપુર

રાજયસરકાર દ્વારા છેવાડાના માનવીના વિકાસ માટે અનેક યોજનાઓ અમલી છે. જે અનુસાર રાજકોટ જિલ્લા નાયબ નિયામક વિકસતી જાતિની કચેરી દ્વારા વર્ષ ૨૦૨૨ માં સરકારશ્રીની વિવિધ ૧૩ જેટલી યોજનાઓ અંતર્ગત કુલ રૂ. ૪૧૨૨ લાખનો લાભ લાભાર્થીઓને મળી શકયો છે.

રાજકોટ જિલ્લામાં વિદેશ અભ્યાસ માટે ૪ વિદ્યાર્થીઓને રૂ. ૫૦.૫૫ લાખની સહાય ચૂકવવામાં આવી છે. જયારે ૧૨૯ લાભાર્થીઓને રૂ. ૧૮.૪૫ લાખની સહાય સાત ફેરા સમૂહ લગ્ન યોજના હેઠળ, કુંવરબાઈનું મામેરું યોજના હેઠળ ૨૦૩૦ લાભાર્થીઓને રૂ. ૨૩૩.૯૦ લાખની સહાય ચૂકવાઈ છે. મકાન વિહોણા ૩૫૦ લોકોને રૂ. ૪૪૬.૭ લાખની સહાય અપાઇ છે. ૬૬૨૫ વિદ્યાર્થીઓને રૂ. ૭૦૧.૪૪ લાખની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ચુકવવામાં આવી છે. સરસ્વતી સાધના સહાય યોજના અંતર્ગત ૬૦૧૮ છાત્રાઓને સાયકલનું વિતરણ કરાયું હતું. તેમજ વિવિધ જાતિના પ્રમાણપત્રનુ વિતરણ પણ કરાયું હતું. તેમ રાજકોટ જિલ્લા નાયબ નિયામક વિકસ્તી જાતિની કચેરી દ્વારા જણાવાયું છે

[wptube id="1252022"]
Back to top button