AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE
ગુજરાત શર્મસાર કરતો કિસ્સો, સસરાએ પુત્રવધૂ પર બળાત્કાર ગુર્જાયો

અમદાવાદમાં સંબંધોને શર્મસાર કરતો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં સસરાએ જ પૂત્રવધુ પર દુષ્કર્મ આચર્યાનું સામે આવ્યું છે. અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં પુત્રવધુએ આ અંગે ફરિયાદ નોંધાવી છે.રામોલ વિસ્તારની પરણિતા પોતાના પતિ અને સાસુ-સસરા સાથે એક જ મકાનમાં રહે છે. 2 દિવસ પહેલા પુત્ર જ્યારે નોકરીએ ગયો હતો ત્યારે સસરાએ પુત્રવધુ પર બળાત્કાર ગુર્જાયો હતો. પુત્રવધુ કપડા ધોઈને જ્યારે બહાર નીકળી ત્યારે સસરાએ તેના સાથે જબરજસ્તી કરીને દુષ્કર્મ આચર્યું હતું, આ ઘટના બાદ પુત્રવધુ પોતાના પિયર પહોંચી હતી. પરિવારને સમગ્ર વાત કર્યા બાદ પુત્રવધુએ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ મામલે સસરાની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
[wptube id="1252022"]