GUJARATNANDODNARMADA

લોકસભાનો ધમધમાટ : નર્મદા ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગારંટી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ

લોકસભાનો ધમધમાટ : નર્મદા ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગારંટી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ

 

રાજપીપલા : જુનેદ ખત્રી

લોકસભા ની ચૂંટણીઓ નજીક આવતી જાય છે તેમ રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પ્રસાર ઝુંબેશ તેઝ બનાવાય છે જે નર્મદા ભાજપ દ્વારા વિકસિત ભારત સંકલ્પ પત્ર 2024 મોદી કી ગારંટી અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી નર્મદા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ અને નાંદોદ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખ ભીમસિંહભાઈ તડવીની હાજરી સાથે પ્રદેશ સહ પ્રવક્તા શ્રદ્ધાબેન રાજપૂતની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ પત્ર અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ હતી. આગામી લોકસભાની ચૂંટણી બાદ નવી સરકાર કેવી કામગીરી કરે તે માટે લોકોનો શું અભિપ્રાય છે તે જાણવા માટે ભાજપ દ્વારા સંકલ્પપત્ર અભિયાન શરૂ કરેલ છે. ત્યારે કાર્યકરો દ્વારા પ્રજા સમક્ષ જઈને આસંકલ્પ પત્ર વિષે સમજ આપવામાં આવશે. જિલ્લા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ એ જણાવ્યું કે યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા છેવાડા ના માનવી સુધી સરકારની યોજનાઓ પહોંચી છે એ જ મોદીકી ગારંટી છે નાનામાં નાના વ્યક્તિ ને મોદીસાહેબ ના વચનો પર વિશ્વાશ છે.જયારે ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખે જણાવ્યું કે લોકસભા ૨૦૨૪ની ચૂંટણી માં ભારતીય જનતા પાર્ટીના સંકલ્‍પ પત્ર જનતાની અપેક્ષાનું બને તે હેતુ થી જન જન સુધી પહોંચવા મોદી સાહેબે આહવાહન કર્યું છે પ્રદેશ સહ પ્રવક્તા શ્રધાબેન રાજપૂતે જણાવ્યું હતું કે સરકાર ની વિવિધ યોજનાઓ પ્રજાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં જોઈ છે અને મોદી સાહેબની ગેરંટી થકી સરકારી યોજનાઓનો લાભ ગામડે-ગામડે લોકો સુધી પહોંચ્યો છે. વડાપ્રધાનના નેતૃત્વમાં સરકાર નાગરિકોના ઘર આંગણે આવીને યોજનાઓનો લાભ આપી રહી છે. નાગરિકો માંગણી કરે અને તેનો સુખદ ઉકેલ આવે એવી ઉત્તમ વ્યવસ્થાનો પાયો વડાપ્રધાને નાખ્યો છે, જેનો લાભ દેશના નાગરિકોને મળી રહ્યો છે.શ્રધાબેન રાજપૂતે રાહુલ ગાંધી ની ન્યાય યાત્રાને ન્યાય યાત્રા નહિ પણ અન્યાય યાત્રા ગણાવી તેમના ધર્મ વિરોધી ટિપ્પણીઓ પર ટીકા કરી હતી.અત્યાર સુધી ભારતમાં વિકાસ ના હતો અને આ વિકાસ નો યશ મોદી સાહેબ ને જાય છે હવે આ સન્કલ્પ પત્ર દવારા પ્રજા ની અપેક્ષાઓપૂર્ણ કરવા સરકાર યોજનાઓ બનાવી રહી છે

[wptube id="1252022"]

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button